________________
રાજબેધ.
(૬૫) કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભ પણે પરમાર્થની પ્રાપ્તિ થાય, તે કાળ દસમ કહેવા યોગ્ય છે, જો કે સર્વે કાળને વિષે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોને જોગ દુર્લભજ છે. તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જેની પરમાર્થવૃત્તિ શ્રીપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરૂષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરા એ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સિકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે. એ વાત પ્રત્યક્ષ છે. મનુષ્યમાં જે સરળ વૃત્તિ હતી, તે અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણુ, પરમાર્થની ઈચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ જેવાં હતાં તેવા આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જે કે હજુ આ કાળમાં પરમાયેવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સતપુરૂષરહિત ભૂમિ થઈ નથી; તે પણ કાળ તે કરતાં વધારે વિષમ છે બહુ વિષમ-છે; એમ જાણીએ છીએ.
ભ્રાંતિગત સુખબ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે; અને સત્સંગનું મહમ્ય પણ તથારૂપ પણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય, ત્યાંસુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થને સ્વિકાર ચગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામ પણે લખી છે.
(૩૯) એકાત્મવિચાર–કર્તવ્યરૂપ ધર્મ દુખની નિવૃતિને સર્વ જીવ ઈચ્છે છે; અને દુઃખની નિવૃત્તિ, દુઃખ,
Scanned by CamScanner