________________
વર્ષ ૨૬ મું. ' જેનાથી જન્મ પામે છે એવાં રાગ દ્વેષ અને અજ્ઞાનાદિ દેવની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન શિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે; માટે તે આત્મજ્ઞાન માટે જીવને પ્રયોજનરૂપ છે. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્દગુરૂવચનનું શ્રવણવું કે સશાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતે હેય-સર્વથા દુઃખથી મુક્તપણે જેને પ્રાપ્ત કરવું હોય–તેને એજ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી; માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરને, કુળધર્મને, લોકસંજ્ઞારૂપ ધર્મ, ઓઘ સત્તારૂપી ધર્મનો ઉદાસભાવ ભજી, એકાત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજો યોગ્ય છે. કે ' , , , , , , ,
એક નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે, કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાને કારણે નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છ, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ ઐયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. | “આત્મા છે, એમ જે પ્રમાણથી જણાય; “આત્મા નિત્ય છે,” એમ જે પ્રમાણુથી જણાય; “આત્મા કર્તા છે,” એમ જે પ્રમાણથી જણાય; આત્મા ભકતા છે,” એમ જે પ્રમાણુથી જણાય; “મેક્ષ છે,' એમ જે પ્રમાણથી જણાય; અને તેને ઉપાય છે, એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા ગ્ય છે.
(૪૦ ) - સત્સંગ અને સમપરિણામ | મુમુક્ષ જન સત્સંગમાં હોય તે નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે. એ વાર્તા યથાર્થ છે. તેમજ સત્સંગનાં અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે. તથાપિ એમ કરવામાંજ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એજ યોગ્ય છે. જ્ઞાનીને આશ્રયમાં નિરંતર વાસ હોય, તે સહજ સાધનવડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે,
Scanned by CamScanner