________________
(૪૧)
વર્ષ ૨૨ મું. છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હવે હું તમારૂ, તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સમ વિચારથી ઉડે ઉતરૂં છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, તમે નિરાગી નિવિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અને શૈલેયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણું તમારાં કહેલાં તત્ત્વની “શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃતિ થાઓ! હે સર્વ ભગવન્! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.'
શાંતિ શાંતિ શાંતિ.
રર +,
:.
તે નિર્મથ પ્રણીત ધમ. . નિરોગી પુરૂષને નમસ્કાર, , ,
નિર્ચથ ભગવાનના પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે જૂન જ છે. આત્મા અનતકાળ રખડે, તે માત્ર એના નિરૂપમ ધર્મને અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મેહ કે અસમાધિ રહી નથી, તે પુરૂષનાં વચન અને બેધ માટે કઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રશસ્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યા નથી. શુદ્ધ, સ્ફટિક, ફિણ અને ચંદ્રથી ઉજવંળ શુકલધ્યાનની
Scanned by CamScanner