________________
(૫૦)
રાજધ. થવા માટે પુરૂષના શરણુ જેવું એક ષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જઈ પરમ કરણ આવે છે. “હે નાથ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ” એ ઉતાર નીકળે છે.
(૧૫) - સર્વ મહાત્માઓનો લક્ષ એક સજે છે.
આ સર્વાત્મા હરિને નમસ્કાર * સત ” સત્ છે, સરલ છે, સુગમ છે; તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
સત” છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિકાન છે, વાણીથી, અકળે છે, તેની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિને ઉપાય છે. - , ,
ગમે તે સંપ્રદાય-દર્શન-ના મહાત્માઓને લક્ષ એક સત જ છે. વાણીથી અકથ્ય હોવાથી મુંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી.
' લેકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે; અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્યજ્ઞાને જણાતું નહોતું તે દેખાય છે; અને ક્ષણમાં ઘણું દીર્ધ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માની વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂ૫ “સ’ નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી, તે કાળે ભ્રાંતિ ટાળી છે; અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હેય જ એમ નથી; એમ સમજાય છે. બાળજીવ તે તે સ્વરૂપને શાશ્વતરૂપ માની ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગ જીવ એવી અનેકતાની કહેણીથી મુંઝાઈ જઈ “સ” તરફ વળે છે; ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “ભ્રાંતિનું રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાને મોટા પુરૂષને એ જ ઉદેશ છે કે, તે સ્વરૂપને વિચાર કરતાં પ્રાણ ભ્રાંતિ પામે કે “ ખરૂં શું? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું? અને મને શું કલ્યાણકારક?' એમ વિચારતાં
Scanned by CamScanner