________________
(પર)
રાજધ,
તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કેઈપણ કપના “સત જણાતી નથી; અને “સ”ની નજીક સંભવતી નથી; “સ” છે તે ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જૂ ) છે; કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દર મતિ થઈ છે, તેણે પોતે કંઇ જ જાણતા નથી એવા દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે અને પછી “સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. {
આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બાંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે, અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, દર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બંધનું બીજ સક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજે, વિચારજો; સમજજે; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજે; એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને અમારે મંત્ર છે. એમાં સજ કહ્યું છે. એ સમજવા માટે ઘણેજ વખત ગાળજે.
: - (૧૮)
ભક્તિમાં અકાળ અને અશુચિ દેષ : ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભકિતમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હાય.
અકાળ અને અશુચિને વિસ્તાર માટે છે, તે પણ ટુંકમાં લખ્યું છે. એકાંત, પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભકિતને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભકિત તે સર્વ કાળે સેવ્ય છે. .
વ્યવસ્થિત મન એ સવે શુચિનું કારણ છે. બાહ્યમાદિકરહિત તન, અને શુદ્ધ સ્પષ્ટ વાણું એ શુચિ છે.
Scanned by CamScanner