________________
(૫૬)
રાજધ. આત્મા સ્વભાવમય થઈ રહ્યા, એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા તેને અર્થ છે.
અન્ય પદાર્થને સંગમાં જે, અધ્યાસ હતું, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આમપણું સમાઈ ગયું, એ બીજું વાકય “સમજીને શમાઈ ગયા” તેને અર્થ છે,
પર્યાયાંતરથી અથ તર થઈ શકે છે; વાસ્તવ્યમાં બનને વાકયને પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂ આદિ અહં મમત્વ શમાવી દીધું, કેમકે કોઇ પણ નિજસ્વભાવ તે દીઠો નહીં; અને નિજસ્વભાવે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ,કેવળ ન્યારે- જે, એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા શિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટળી પરમાથે મન થયા; વાણીએ કરી આ આનું છે” એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર વચનાદિ યેગસુધી કવચિત રહ્યાતથાપિ આત્માથી આ મારૂં છે, એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. એ બન્ત વાક્ય લોકભાષામાં પ્રવર્તી છે; તે આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી, એમ એ વાક્યને સારભૂત અર્થ થ; અથવા જેટલે અંશે માયા તેટલે અંશે, સમજ્યા, અને જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા, એટલે વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવ ઘટે છે. આ અનંત કાળથી યમનિયમ શાઆવલોકનાદિ કાર્ય કર્યા છતાં, સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ
સમજાવા અને શમાવાનું જે કઈ એક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે. તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરૂની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પર મા જા નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રોધ કર્યો નહીં; જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને સમાય; એ નિ:સંદેલું છે.
Scanned by CamScanner