________________
વર્ષ ૨૫ મું.
સ્થિત છે તે, એમ કઠિનતાથી વતી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેઢિપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યાત્કિંચિત લાયમાન થાય, તેમ તે પરિગામનું ડોલાયમાનપણું સંભવિત હોવાથી, પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે, એવા નિજગુરૂ અષ્ટાવક્રની શરણુતા સ્વિકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના અલંબનની એવી જ બળવત્તરતા છે. '
ઉપાધિની જવાળામાં સમાધિ. ચોતરફ ઉપાધિની જવાળા પ્રજ્વલતી હોય, તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે; અને એ વાત તે પરમજ્ઞાની વિના થવી વિકટ છે. - આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચળ રહે છે તેને, એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યફદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ, અને તે અનુભવ છે.
' (૩૦)
( પૂર્ણકામતા. ' હેકી ને રહી ઠોર, ત્યાગિબેકી માંહિ એર :
બાકી કહા ઉબેર્યો જુ, કારજ નબીને હ? સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું, એટલે હવે બીજું કઇ ક્ષેત્ર પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તે પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું . દેવું, એ બને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન ફાય કરવાને માટે
Scanned by CamScanner