________________
- વર્ષ ૧૭ એ.
(૨૫) બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતે હોય તો ભલે લે, કે જેથી રંગ લાગે; અને ને રંગ લાગે નહીં તે બીજી વાર તેનું આગમન હેાય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં; તેમ સત્સંગથી બુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કઈક જ દુર્ભાગી અને તે પણ અસંભવિત છે.
સસંગ એ આત્માનું પરમહિતકારિ ઔષધ છે.
પરિગ્રહ સંકેચ.
:
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી; તેને જે મળ્યું તે ઓછું છે; કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કાંઈ મળ્યું હોય તેનું સુખ તે ભેગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માતોગથી એવી પાપભાઇનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અર્ધગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તે મુનીશ્વરે ત્યાગી શકે; તથાપિ ગૃહસ્થો પણ એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી, અને વળી જે મળ્યું છે તેમાં સ તેષ રાખવાની પૃથા પડે છે; એથી કાળ સુખમાં જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે, ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરૂષ કોઈકજ છુટી શકે છે; વૃત્તિ એમાંજ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટુંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભાગી થયા છે. પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપને પિતા છે; અન્ય એકાદશત્રતને મહા દોષ દે એવો એને સ્વભાવ છે; માટે આત્મહિતૈષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું છે. આ છે
Scanned by CamScanner