________________
વર્ષ ૧૭ મુ
(૨૩)
સાગર જેમ મજમુત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર ષમાય છે, તેમ સંસારસાગર સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરૂરૂપી નાવિકથી પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિધ રસ્તા શોધી કાઢયા હોય છે, તેમ જીતેશ્વર ભગવાને જે તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યા છે તે નિધિ છે.
અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઇ જાય છે, તેમ વૈરાગ્યજળથી સંસારઅગ્નિ મુઝવી શકાય છે.
અંધકારમાં જેમ દીવા લઇ જવાથી પ્રકાશ થઇ જોઇ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિષ્કુ દીવા સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે.
ઝ
07
૪. જેમ શકટચક્ર બળદ વિના ચાલી શકતું નથી, તેમ સ ંસારચક્ર રાગદેવિના ચાલી શકતુ નથી
એમ એ સ ંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું; અને બીજાને મેધવુ.
સત્સંગ.
સત્સંગ એ સર્વ સુખનુ મૂળછે. સત્સ ંગના લાભ મળ્યા કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઇ જ પડી છે છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સ ંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ધડી જે લાભ છે તે, કુસંગનાં એક કાટયાવિધ વર્ષ પણ લાભ ન દઇ શકતાં અધગતિમય મહા પાપો કરાવે છે; તેમજ આત્માને મલીન કરે છે. સત્સંગના સામાન્ય અર્થ એટલા કે ઉત્તમતા સહવાસ, જ્યાં સારી હવા નથી ત્યાં રાગની વૃદ્ધિ થાય છે; તેમ
જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરાગ વધે છે; દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડુ દઇએ છીએ તેમ કુસ`ગરૂપ સહવાસ બંધ કરવા એ અવશ્યનુ છે. સંસાર એ પણ એક પ્રકારના સોંગ છે; અને તે અનત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતના સહવાસ હાય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી, રંગ ચઢાવે તે સત્સ ંગ, મેક્ષના માર્ગ બતાવે તે મૈત્રિ.
•
આત્માને સત્ય ઉત્તમ શાસ્ત્રમાં
Scanned by CamScanner