________________
(રર)
રાજબેધ. ઉતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઉડે ઉતરે છે; એટલે, મજ. બુત પાયે કરતે જાય છે. તે ન - ૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહાતાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બોલે છવ જેમ મહા વિવિલાટ કરે છે, તેમ સંસારથી બનેલો છવ અનંત દુઃખરૂપ નરથી અસહ્ય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુને ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાને તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં. જેમ જેમ ધી અને ઈધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધ પામે છે, તેવી જ રીતે સંસારમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ બંધન હોમાતાં તે વૃદ્ધિ પામે છે. ' s ,
: ; ; : - ૩. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. જેમ અંધકારમાં સીંદરી સર્ષનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્ય૫ બતાવે છે; જેમ અંધકારમાં પ્રાણીઓ આમતેમ ભટકી વિપત્તિ ભગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનતિ આત્માઓ ચતુર્ગતિમાં આમતેમ ભટકે છે. જેમ અંધકારમાં કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ સંસારમાં છતી. શકિતએ તેઓ હાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઇત્યાદિકને ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લાભ, માયાદિકનો ઉપદ્રવ વધે છે. એમ અનેક ભેદે જોતાં સંસાર તે અંધકાર રૂપજ જણાય છે. . , , , '} : : ' , . . . . !
૪. સંસારને ચોથી ઉપમા શટચક્રની એટલે ગાડાના પિડાની છાજે છે. ચાલતાં સંકટચક્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતા રૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક્ર જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા પ્રમાદાદિક આરથિી ટકો છે. અનેક પ્રકારથી એમ શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. હા સંસારને જેટલી અપમા આપ એટલી થોડી છે. એ ચાર ઉપમા આપણે જાણું. હવે એમાંથી તત્વ લેવું ગ્ય છે.
Scanned by CamScanner