________________
વર્ષ ૧૭ મું. રાત્રે જમનારને રઈને માટે અગ્નિ સળગાવવું પડે છે, ત્યારે સમીપની ભીંત પર રહેલા નિરપરાધી સમ જતુઓ નાશ પામે છે. ઇંધનને માટે આણેલાં કાષ્ટાદિકમાં રહેલ જતુંઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમજ સર્ષના રન, કરે ળિયાની લાળને અને મછરાદિક સૂક્ષ્મ જતુનો પણ ભય રહે છે; વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણું થઈ
' રાત્રિભોજનને પુરાણાદિક મતમાં પણ સામાન્ય ચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરોની રૂઢિથી કરીને રાત્રિભોજન પિસી ગયું છે; પણ એ નિષેધક તે છે જ.
શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે. તે સૂર્યનાં અસ્તથી સંકોચ પામી જાય છે; એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવ ભક્ષણરૂપે ગ્રહણ થાય છે; જે મહારેગનું કારણ છે. આ કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મંત છે. પુરુષો તે દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચયા પહેલાં કઈ પણ જાતને આહાર કરે નેહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદ જાણવા અવશ્યના છે.
ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહતું ફળ છે, એ જિનવચન છે.
3 ) . . . . . સર્વજીવની રક્ષા કરી
દયા જેવો એકે ધર્મ નથી. દયા એજ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ધર્મમત પડયા છે કે જેઓ એમ કહે છે કે, જીવને હણતાં લેશ પાપ થતું નથી; બહુ તે મનુષ્ય દેહની રક્ષા કરે. તેમ એ ધમમતવાળા ઝનુની તથા મદાંધ છે, અને દયાનું લેશ સ્વરુપ પણ જાણતા નથી. એઓ જે પિતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષમમાં સૂકમ જતુને હણવામાં પણ મહા પાપ છે. જે મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેને આત્મા પ્રિય છે.” “હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર
Scanned by CamScanner