________________
વર્ષ ૧૬ મું. - રક્તપિત જેવા સદૈવ લોહી પરથી ગગતા મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાનો જેને સ્વભાવ છે; જેનાં પ્રત્યેક રોમે " પિણા બબ્બે રોગને નિવાસ છે; તેવાં સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી સવા પાંચ કરોડ રોગને તે ભંડાર છે (એમ વિવેકથી સિદ્ધ છે.) ; અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રેગ જે કાયામાં દેખાવ દે છે; મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, ૫ અને લેમ્બથી જેનું બંધારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનહરતા છે; તે કાયાને મેહ, ખરે! વિભ્રમ જ છે. તે કાયામાં અહે પામર! તું શું મહે છે? એ કિંચિત્ સ્તુતિપાત્ર નથી.
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્ય દેહને સર્વ દેહત્તમ કહેવું પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામ માત્ર વ્યાખ્યાન આપ્યું છે.
તે આત્માના શુભ કર્મને જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્ય દેહ પામે, - મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે એણ,
એક નાકવાળા દેહને અધીશ્વર એમ નથી. પણ એને મર્મ જુદે જ છે; જે એમ અવિવેક દેખાડીએ તે પછી વાનરને મનુષ્ય ગણવામાં છે દોષ?
એ બિચારાએ તે એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે; પણ નહીં. મનુષ્ય, ત્વનો મર્મ આમ છે. વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે તેજ મનુષ્ય, બાકી બધાંય એ શિવાયનાં તે દિપાદરૂપે પશુજ છે. મેધાવિ પુરુષ નિરંતર એ માનવત્વને આમજ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુકિતના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની કે ઉત્તમતા છે. તે પણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે તે દેહ કેવળ અશુચિ| મય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.
સંસાર ભાવના નિવૃત્તિ બંધ, અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ને મિત્રતા! અનંત દુ:ખ નામ સખ્ય પ્રેમ ત્યાં-વિચિત્રતા!! ઉધાડ ન્યાય નેત્રને નિહાળ રે! નિહાળ તું, નિવૃત્તિ શિવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું,
Scanned by CamScanner