________________
વર્ષ ૧૬ મું.
(૧૧) પુરૂષ પરભવ પ્રત્યે પ્રવર્તતાં સુખને પામે; અલ્પ કર્મ રહિત હય, અશાતા વેદની રહિત હેય.
ચારિત્ર પાળાં બહુ દુર્લભ છે, ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે. યતાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રમાં સમભાવ રાખ પડે છે, સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જંગતું ઉપર સરખો ભાવ રાખવું પડે છે, એવું એ પ્રાણાતિપાત વિરતિ પ્રથમ વ્રત યાવત જીવતાં સુધી પાળતાં દુર્લભ, તે પાળવું પડે છે. સંયતિને સદૈવ કાળ અપ્રમાદપણથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શેધનાને અર્થે એક સળીનું પણ અદત્તથી વર્જવું, નિર્વઘ અને દેષ રહિત ભિક્ષાનું આ ચવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના, સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું. તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન, ધાન્ય, દાસના સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભ કેવળ ત્યાગ, એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંસ્થતિને ધારણ કરવું અતિ અતિ વિકટ છે. રાત્રિ ભોજનનું વર્જન, ધૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુષ્કર છે. આ
સંયતિના ગુણને મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમને ભાર વહન કર અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દેહિલું છે; તેમ વનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિત જવું જેમ દુર્લભ છે; તેમ વનવય વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરે દુર્લભ છે; તેમ સંયમ-ગુણ-સમુદ્ર તરે વનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નિરસ છે; તેમ સંયમ પણ નિરસ છે. ખડગ ધારા પર ચાલવું જેમ વિકટ છે; તેમ તપ આચરે મહા વિકટ છે. જેમ સપ એકાંત દૃષ્ટિથી ચાલે છે; તેમ ચારિત્રમાં ઈર્યા સંમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. જેમ કાના જવ ચાવવા દુર્લભ છે; તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શીખા પીવી દુર્લભ છે; વૈવનને
Scanned by CamScanner