________________
૧૪)
રાજધ. પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મો વડે. કર્મો વડે આખો સંસાર ભમ પડે છે. પરભવ નહીં માનનાર પિતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તે આપણી આ વાત એ પણ માન્ય રાખે.
માનવદેહ. આ સંસાર બહુ દુઃખથી ભરેલું છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પૂજન કરે છે. મેક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મેક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ તિર્યંચ કે નરક
એ એકે ગતિથી મેલ નથી, માત્ર માનવદેહથી મોક્ષ છે. છે ત્યારે તમે પૂછશે કે સઘળાં માનવિયને મેક્ષ કેમ થતું નથી?
એને ઉત્તર પણ હું કહી દઉં છું. જેઓ માનવપણું સમજે છે, તેઓ સંસારશોકને તરી જાય છે. માનવષણું વિદ્વાને એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય અને તેઓ તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સતધર્મનું સેવન કરીને અનુપમ મેક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવું એમ આપણે સમજવું નહીં; જે એમ સમજીએ તે પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ, એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પુંછડું પણ છે; ત્યારે શું એને મહા મનુષ્ય કહે? નહીં. માનવ૫ણું સમજે તે જ માનવ કહેવાય.
* શાનીઓ કહે છે કે એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકે પણ માનવપણને સમજવાથી મોક્ષને પામ્યાં. મનુષ્યમાં જે શકિત વધારે છે તે શકિત વડે કરીને મદ
ન્મત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શકિત વડે જે તેઓ પિનાનાં મનરુપી હાથીને વશ કરી લે તે કેટલું કલ્યાણ થાય! .
કોઈ પણ અન્ય દેહમાં સદવિવેકને ઉદય થતો નથી અને મેક્ષના
Scanned by CamScanner