________________
(૧૮)
રાજધ.
સ્વરૂપી ગુરૂજ તરે છે અને તારી શકે છે. ૨. કાગળસ્વરૂપ ગુરૂ એ મધ્યમ છે. તે સંસાર સમુદ્રને પિતે તરી શકે નહીં પરંતુ કંઇ પુણ્ય ઉપાર્જન કરી શકે. ૩, પથ્થરસ્વરૂપ તે પોતે બુડે અને પરને પણ બુડાડેકાષ્ટ
સ્વરૂપ ગુરૂ માત્ર જિનેશ્વર ભગવાનના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરૂ રહ્યા તે કર્માવરણની વૃદ્ધિ કરનાર છેઆપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરૂ જે ઉત્તમ હોય તે તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે તત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ, એ સઘળું ઉત્તમ ગુરૂ વિના મળી શકે નહી; ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે એવા ગુરૂના લક્ષણ કયાં કયાં? તે કહું છુ. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે અને બીજાને બધે, કંચન કામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાંત, નિરારંભી અને છતેંદ્રિય હેય, સિદ્ધાંતિજ્ઞાનમાં નિમન હેય, ધર્મ માટે થઈ ને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિગ્રંથપંથ પાળતાં કાયર ન હોય,સળીમાત્ર પણ અદત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિયે ત્યાગ્યા હોય, કામાં તેઓને કાષ્ટસ્વરૂપ સદ્દગુરૂ જાણવા. 1
ખરી મહત્તા કેટલાક લક્ષીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબ થી મહત્તા મળે છે એમ માને છે, કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે, પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્થો છે, એઓ જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહતા નથી, પણ લઘતા છે. લક્ષ્મીથી સારા સારા ખાન, પાન, માન, અનુચરોપર અજ્ઞા, વૈભવ એ સઘળું મળે છે. અને એ મહત્તા, એમ તમે માનતા હશે પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અને પાપવડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલણ પણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવો પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું
Scanned by CamScanner