________________
પ્રતિભાશક ભાગ-૩ સંક્ષિપ્ત સંકલના
શ્લોક-ક:
દ્રિૌપદીએ ઈહલોકાર્પે ભગવાનની પૂજા કરી છે, માટે દ્રૌપદીની પૂજાને કહેનારા વચનના બળથી ભગવાનની મૂર્તિ પૂજ્ય સિદ્ધ ન થાય, તેવી લુંપાકની માન્યતાનું નિરાકરણ કરવા માટે દ્રૌપદીની પૂજા ઈહલોકાર્યું નથી, તેની યુક્તિપૂર્વક સંગતિ શ્લોક-કલમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. શ્લોક-૧૭ :
સિદ્ધાર્થરાજાની ભગવાનની પૂજાને કહેનારા શાસ્ત્રવચનોથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે, તે વાત શ્લોક-૬૭માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
વળી, સમ્યગ્લાવિત જિનપ્રતિમા ભાવગ્રામ છે અને તેનું તાત્પર્ય પણ શ્લોક-ક૭માં બતાવેલ છે.
વળી, ભગવાનની પ્રતિમા પૂજનીય છે, તેને સ્પષ્ટ કરવા માટે ૨૦૩ ગાથા પ્રમાણ સ્તવપરિજ્ઞા નામનો અધિકાર પંચવસ્તુ ગ્રંથમાંથી ગ્રહણ કરીને આ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં શ્લોક-ક૭માં બતાવેલ છે અને તેના ઘણા ગંભીર પદાર્થો પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ “સ્તવપરિણા'માં સ્પષ્ટ કરેલ છે. તેનો સંક્ષેપથી ભાવ આ પ્રમાણે છે –
દ્રવ્યસ્તવ શું છે અને ભાવસ્તવ શું છે તે બતાવવા માટે, પ્રથમ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું લક્ષણ કર્યા પછી દ્રવ્યસ્તવનું વિસ્તારથી વર્ણન કરેલ છે, તેથી શ્રાવક-શ્રાવિકાઓને દ્રવ્યસ્તવ કઈ રીતે કરવું જોઈએ, તેનો બોધ થાય છે.
વળી, આ દ્રવ્યસ્તવ ભાવસંયમની પ્રાપ્તિરૂપ ભાવસ્તવનું કઈ રીતે કારણ થાય, તે વાત પણ અનેક યુક્તિઓથી સ્તવપરિક્ષામાં કરેલ છે.
વળી, દ્રવ્યસ્તવના ફળરૂપ જે ભાવસ્તવ છે તે સુસંયમરૂપ છે, અને સુસંયમવાળો સાધુ કેવી પરિણતિવાળો હોય છે, તેનું વિસ્તારથી વર્ણન સ્તવપરિજ્ઞામાં કરેલ છે. તેનાથી ભાવસાધુમાં રહેલા અઢાર હજાર શીલાંગો કેવા સ્વરૂપવાળા છે, તેનો બોધ થાય છે; તથા ભાવસાધુમાં સુવર્ણ જેવા સર્વ ગુણો કઈ રીતે છે, તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે, જેથી પ્રસ્તુત સ્તવપરિજ્ઞાના બળથી દેશવિરતિધર શ્રાવક કઈ રીતે દ્રવ્યસ્તવ કરીને અઢાર હજાર શીલાંગથી યુક્ત એવું ભાવસંયમ પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરેલું ભાવસંયમ કેવા લોકોત્તમ સ્વરૂપવાળું છે, તેનો બોધ થાય છે.
વળી, દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની કે અન્ય પૃથ્વીકાય આદિ જીવોની હિંસા હોવા છતાં જો તેને ધર્મરૂપે સ્વીકારી શકાય તો વેદમાં બતાવેલ યજ્ઞને પણ ધર્મરૂપે સ્વીકારવાની આપત્તિ આવે છે, એ પ્રકારનો પૂર્વપક્ષ અનેક યુક્તિઓથી બતાવીને યજ્ઞમાં કરાતી હિંસા વેદવચનાનુસાર છે, છતાં તે ધર્મરૂપ નથી, અને ભગવાનની પૂજામાં થતી હિંસા પરમાર્થથી હિંસા નથી, પરંતુ સંયમપ્રાપ્તિનો ઉપાય છે, તે વાત અનેક યુક્તિઓથી સ્તવપરિજ્ઞામાં બતાવેલ છે.