________________
૬
પ્રતિમાશતક ભાગ-૩ | સંક્ષિપ્ત સંકલના
દ્વિતીય આવૃત્તિ-પ્રતિમાશતક ગ્રંથરત્ન ભાગ-૩માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
શ્લોક-૬૧ ઃ
પૂર્વે શ્લોક-૬૦માં કૂપદૃષ્ટાંતની સંગતિ પૂજામાં કઈ રીતે થાય છે, તે અંગેની વિસ્તારથી ચર્ચા કરી, અને તે વિષયમાં વ્યવહારનયને આશ્રયીને શ્રીમદ્ પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાને જે સમાધાન ઉચિત લાગે છે, તે શ્લોક-૭૧માં બતાવેલ છે અને શ્લોક-૬૧માં કૂપદૃષ્ટાંત અંગેની વિશદ ચર્ચા પૂરી થાય છે.
શ્લોક-૬૨ :
‘પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, તેથી ભગવાનની પૂજામાં ધર્માર્થ હિંસા છે,’ એ પ્રકારની સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ સૂયગડાંગસૂત્રના બળથી બ્લોક-૭૨માં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
શ્લોક-૬૩ :
આનંદ શ્રાવકની અને અંબડ પરિવ્રાજકની ચૈત્યપૂજાને કહેનારા આગમપાઠના બળથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે, તે વાત શ્લોક-૬૩માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
શ્લોક-૪ ઃ
સુવર્ણગુલિકાના સંબંધના નિર્ણયથી અને પૂર્વ-ઉત્તર એ બે દિશામાં સર્વ ઉત્તમ ક્રિયાઓ કરવાના કથનથી તથા સમ્યમ્ભાવિત ચૈત્યની સાક્ષીથી આલોચનાને કહેનારા વચનથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે, તેની વિશદ ચર્ચા શ્લોક-૬૪માં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
તે કથનમાં ગીતાર્થની અપ્રાપ્તિમાં આલોચના કરવા માટે ઉત્સર્ગ અને અપવાદથી શું મર્યાદા છે, તેનો પણ વ્યવહારઆલાપકના કથનથી બોધ થાય છે તથા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગીતાર્થો કેવા હોવા જોઈએ, તેનું વર્ણન શ્લોક-૭૪માં બતાવેલ છે.
શ્લોક-૬૫ ઃ
દ્રૌપદીની ભગવાનની પૂજાને કહેનારા વચનથી પણ ભગવાનની મૂર્તિ પૂજનીય છે અને દ્રૌપદી શ્રાવિકા છે, તેની વિસ્તૃત ચર્ચા શ્લોક-૬૫માં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
ઈહલોકાર્થે પણ કરાતા કેવા સ્થાનમાં તપ-પૂજાદિ અનુષ્ઠાનો દોષરૂપ નથી, તેની યુક્તિ દ્રૌપદીના પ્રસંગને સામે રાખીને શ્લોક-૬૫માં બતાવેલ છે.