________________
પ્રતિમાશતક ભાગ-૩/ પ્રાફકથન
પ્રસ્તુત ભાગ-૩નું પ્રથમ પ્રફવાંચન પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. ના શિષ્યા સા. ચારુનંદિતાશ્રીજી મ. ના શિષ્યા સા. હિતરુચિતાશ્રીજીએ કરેલ છે. ત્યાર પછી તેમનો વિહાર થયો તેથી બાકીના સઘળા પ્રફસંશોધન કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને વિવેચન સુવાચ્ય બને તે માટે શ્રતોપાસક સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહકાર સાંપડેલ છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયન-વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અનુભવેલ છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ની પ્રથમવૃત્તિની નકલો ટૂંક સમયમાં ખપી જતાં આ દ્વિતીયાવૃત્તિ પ્રકાશિત કરવામાં આવેલ છે. શબ્દશઃ વિવેચનના આધારે અનેક વાચકોને ગ્રંથવાચનમાં સુરતમાં રહે છે.
છદ્મસ્થતાવશ આવા બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં અનેક ત્રુટિઓ રહેવાની સંભાવના છે. સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ ક્યાંય પણ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો તે બદલ “મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
પ્રાંત અંતરની એક જ મહેચ્છા કે દેવ-ગુરુની અસીમ કૃપાથી સ્વાત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને મને પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની જે તક મળી તે સ્વાધ્યાયની પરિણતિ દ્વારા ક્રમે કરીને ભાવપૂર્વકની ક્રિયાની પરિણતિ પ્રાપ્ત કરી. સંયમયોગને અપ્રમત્તપણે આરાધી, નિઃસંગભાવની અનુભૂતિ, પ્રાતિજજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિનો પ્રારંભ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ, પૂર્ણ વીતરાગતાના આસ્વાદની અનુભૂતિ, યોગનિરોધ દ્વારા સર્વ સંવરભાવની પ્રાપ્તિ અને પરિપૂર્ણ સુખસ્વરૂપ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ નિકટના ભાવોમાં થાય, એ જ શુભાશયથી કરેલો આ નાનકડો પ્રયાસ સફળતાને પામો, એ જ મારી મનઃકામના.
આસો સુદ-૧૫, વિ. સં. ૨૦૧૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૭
પરમપૂજ્ય પરમતારક પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી, પ્રવચનપીયૂષ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી તથા પ. પૂ. સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી રોહિતાશ્રીજી મ. સા.ના શિષ્યરત્ના સાધ્વી ચંદનબાલાશ્રી