Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 15
________________ પ્રતિમાશતક ભાગ-૩ | પ્રાકથન પ્રક્રિયા, સુવર્ણના દૃષ્ટાંતપૂર્વક સુસાધુનું સ્વરૂપ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની સંલગ્નતા, યતિને પણ દ્રવ્યસ્તવનું અનુમોદન, લોકોપચાર વિનયરૂપ દ્રવ્યસ્તવ, વેદવિહિત હિંસા સાથે જિનપૂજાની તુલના-પૂર્વપક્ષ, અનુપપત્તિક એવા વેદવચનમાત્રથી હિંસાની ધર્મરૂપતા, અસિદ્ધ-ઉત્તરપક્ષ, દ્રવ્યસ્તવ ગુણાંતરમાં કારણભૂત, વેદવિહિત હિંસામાં ભાવઆપત્તિ નિવારણનો અભાવ, યતનાયુક્ત દ્રવ્યસ્તવ અહિંસારૂપ, વીતરાગ કૃતકૃત્ય હોવાથી પૂજ્ય, વેદવચનોની અપૌરુષેયતા અસિદ્ધ, આગમવચન અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુર ભાવ ઈત્યાદિ પદાર્થોનું નિરૂપણ કરેલ છે. ४ શ્લોક-૬૮માં ઃ સર્વ લુંપકમતનો ઉપસંહાર કરીને શ્લોક-૬૯માં પ્રતિમાની પૂજનીયતાનું સ્વરૂપ અને પરમાત્મભક્તોનું સ્વરૂપ બતાવેલ છે. વિષયોનું દિગ્દર્શન આ તો માત્ર નમૂનારૂપે દર્શાવેલ છે. બાકી તો આ ગ્રંથરત્નમાં કેવા કેવા અપૂર્વ, ગંભી૨ પદાર્થોનું નિરૂપણ કર્યું છે. તે પ્રસ્તુત ભાગ-૩ના પદાર્થોની સંકલના અને વિસ્તૃત અનુક્રમણિકા વાંચવાથી વાચકવર્ગને સ્વયં જ ખ્યાલ આવશે. વિસ્તૃત અનુક્રમણિકા બનાવવાનો ઉદ્દેશ એ છે કે ગ્રંથકારશ્રીએ ૧૦૪ શ્લોકના રચેલા આ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં શાસ્ત્રીય પદાર્થોનો કેવો મહાખજાનો આપણને ભેટસ્વરૂપે આપેલ છે, તે સમજી શકાય. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ના પ્રાકથનમાં જણાવ્યા મુજબ ગ્રંથસંપાદનની શૈલીમાં વિષયક્રમ મુજબ ટીકા-ટીકાર્થ લીધેલ છે. ટીકાના અર્થમાં વચ્ચે વચ્ચે અનેક ઉત્થાનો કરેલ છે, જેનાથી તે તે કથન કે તે તે હેતુ શા માટે આપેલ છે, તેનો સુગમતાથી બોધ થઈ શકે છે. ટીકાર્થની નીચે વિશેષાર્થ આપેલ છે, તે વિશેષાર્થ ક્યાંક સંપૂર્ણ ટીકાર્થને અનુલક્ષીને આપેલ છે, તો ક્યાંક ટીકાના અમુક કથનને અનુલક્ષીને આપેલ છે. ટીકાના અર્થની વિશેષાર્થમાં કોઈ કોઈ સ્થાનમાં પુનરુક્તિ પણ થાય છે, પરંતુ સંસ્કૃત ભાષાના અનભિજ્ઞને સળંગ તે પદાર્થનો બોધ થાય તે હેતુ હોવાથી તે પુનરુક્તિ મંતવ્ય ગણાશે. ન ટીકામાં જ્યાં જ્યાં અશુદ્ધ પાઠ લાગ્યો અને સંગત થતો ન જણાયો ત્યાં ત્યાં ગીતાર્થગંગા સંસ્થામાં ઉપલબ્ધ હસ્તલિખિતની ઝેરોક્ષ પ્રતના આધારે શુદ્ધ કરેલ છે અને કેટલાક સ્થાનમાં પાઠ સંગત ન લાગે ત્યાં એ પાઠની અસંગતિને દૂ૨ ક૨વા માટે ટીકાની નીચે નોંધ આપી છે કે અહીં આવો પાઠ ઉચિત લાગે છે કે ભાસે છે અને ટીકામાં પણ તે પાઠ કૌંસમાં બાજુમાં મૂકેલ છે. ઉદ્ધરણના પાઠોમાં પણ હસ્તલિખિત પ્રતમાં અને મુદ્રિત પુસ્તકમાં અશુદ્ધિઓ રહેલ છે, તે અશુદ્ધિઓનું પરિમાર્જન તે તે ગ્રંથોની પ્રતોમાંથી કરેલ છે. સ્તવપરિક્ષામાં કોઈક સ્થાનમાં પંચવસ્તુક ગ્રંથના આધારે શુદ્ધિ કરેલ છે, તેની તે તે સ્થાનમાં નોંધ આપેલ છે. આ ગ્રંથના પ્રસંશોધન અંગે ૫-૬-૭ પ્રૂફ કઢાવીને પણ શુદ્ધિકરણ કરવાનો પ્રયત્ન કરેલ છે. છતાં કોમ્પ્યુટ૨ વગેરેના કારણે તેમ જ અનાભોગાદિથી અશુદ્ધિઓ રહી હોય તેનું પરિમાર્જન કરી વાચકવર્ગ વાંચે એવી ભલામણ છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 450