________________
શ્રી વીરાચાર્ય
એકવાર સિદ્ધરાજે કંઈક રાજ્યમદ પ્રદર્શિત કરતાં મશ્કરીમાં કહ્યું કે ‘તમારું જે આ મહત્વ છે તે કેવલ રાજ્યાશ્રયથી છે, જો મારી સભા છોડીને તમે પરદેશ ચાલ્યા જાઓ તો ગરીબ ભિક્ષુકોના જેવી તમારી પણ દશા થાય.'
65
રાજાનાં એ વચનો સાંભળ્યા બાદ તરત જ વીરાચાર્ય પરદેશ જવાનો નિશ્ચય કરીને ઉઠ્યા ને પોતાનો અભિપ્રાય રાજાને કહ્યો, જે ઉપરથી રાજાએ કહ્યું ‘મારા નગરમાંથી તમને જવા નહિ દઉં’ આચાર્યે કહ્યું ‘અમને રોકનાર કોઈ છે જ નહિ' આ ઉપરથી રાજાએ પોતાના નગરના તમામ દ્વારપાલોને આજ્ઞા કરી દીધી કે તેઓ આ આચાર્યને દરવાજાની બહાર જવા ન દે, દ્વારપાલોએ રાજાશાનું સાવધાનપણે પાલન કર્યું, પણ થોડા જ દિવસોમાં પાલીના બ્રાહ્મણોએ રાજા સિદ્ધરાજને સમાચાર પહોંચાડ્યા કે, અમુક તિથિ વાર અને નક્ષત્રમાં વીરાચાર્ય અત્રે આવ્યા છે. સિદ્ધરાજે જાણ્યું કે અત્રેથી તે જ રાત્રે વીરાચાર્ય ત્યાં ગયા છે અને બીજે દિવસે બ્રાહ્મણોને મલ્યા છે. સિદ્ધરાજને નિશ્ચય થયો કે જરૂર આચાર્ય ધ્યાનના બલે આકાશમાર્ગે થઈને એક જ દિવસમાં પાલી પહોંચી ગયા છે. આવા સિદ્ધ મહાપુરૂષની મશ્કરી કરવા બદલ રાજાને પશ્ચાત્તાપ થયો અને તેમને પાછા પાટણ બોલાવા માટે પોતાના પ્રધાનોને આચાર્ય પાસે મોકલ્યા, પણ વીરાચાર્યે કહ્યું કે અમો હાલ બીજા દેશોમાં વિચરીને કાલાન્તરે ગુજરાત તરફ વિચરશું ત્યારે પાટણ આવશું પહેલાં નહિ.
તે પછી વીરાચાર્યે મહાબોધપુરમાં જઈને અનેક બૌદ્વાચાર્યોને વાદમાં જીત્યા.
પાછા વળતાં વીરાચાર્યે ગવાલિયરમાં અનેક પરવાદીઓને જીત્યા. જેથી ખુશ થઈને ત્યાંના રાજાએ છત્ર ચામર આદિ રાજચિન્હ વીરસૂરિની સાથે મોકલ્યાં.
ત્યારપછી તેઓ નાગોર ગયા અને જિનધર્મની ઉન્નતિ કરી, આ સ્થળે રાજા સિદ્ધરાજના પ્રધાનો બીજીવાર એમને તેડવા આવ્યા એથી ગવાલિયરના રાજાએ મોકલેલ લવાજમો પાછા હવાલે કરી તેમણે ગુજરાત તરફ વિહાર કર્યો, જ્યારે એ ચારૂપ પહોંચ્યા ત્યારે રાજા પણ પરિવારની સાથે ચારૂપ સુધી સામે ગયો અને ત્યાંથી મોટા ઉત્સવપૂર્વક આચાર્યને નગર પ્રવેશ કરાવ્યો.
એકવાર પાટણમાં ‘વાદિસિંહ’ નામનો સાંખ્યદર્શની વાદી આવ્યો અને તેણે સર્વ વિદ્વાનોને ચેલેંજ આપી કે ‘જે કોઈ વિદ્વાન્ શક્તિ ધરાવતો હોય તે મારી સાથે વાદ કરે' આવી ઉદ્ધત ચેલેંજ ફેંકવા છતાં જ્યારે કોઈ વિદ્વાન્ વાદ ક૨વાને બહાર ન પડ્યો ત્યારે રાજા વેષ બદલીને કર્ણરાજાના બાલમિત્ર અને વીરાચાર્યના કલાગુરુ ગોવિન્દસૂરિને એકાન્તમાં જઈને મલ્યો અને સાંખ્યવાદીને વાદમાં જીતવા માટે સૂચના કરી જે ઉપરથી ગોવિન્દસૂરિએ કહ્યું કે આ વાદીને વીરાચાર્ય જીતશે, પ્રભાત સમયમાં રાજાએ ઉક્ત વાદીને વાદ માટે રાજસભામાં આવવા નિમંત્રણ મોકલ્યું પણ ઉદ્ધૃત વાદીએ ઉત્તરમાં જણાવ્યું કે અમારે કશી પણ પરવા નથી, જો રાજાને અમારું વાગ્યુદ્ધ જોવાની ઇચ્છા હોય તો તે અહીં આવીને જમીન પર બેસીને જુએ. આ ઉપરથી રાજાના મનમાં વધારે કુતૂહલ જાગ્યું અને વીરાચાર્યને સાથે લઈને તે વાદીના મુકામે જઈને જમીન પર બેસી ગયો, વાદી અર્ધસુપ્તાવસ્થામાં જ વાતો કરતો હતો, તેવામાં વીરાચાર્યે તેને વાદ માટે લલકાર્યો, વાદી સાવધાન થયો અને સર્વાનુવાદની શરત કરી વીરાચાર્યને મત્તમયૂર છંદમાં નિન્હવાલંકારમાં પૂર્વ પક્ષ કરવા કહ્યું. વીરાચાર્યે તે જ પ્રમાણે ઉપન્યાસ કર્યો પણ વાદિસિંહ તેનો સર્વાનુવાદ કરી શકયો નહિ તેથી તેણે પોતાની હાર કબુલ કરી. આ ઉપરથી સિદ્ધરાજે હાથ પકડીને તેને આસન ઉપરથી નીચે પટક્યો, રાજા હજી વધારે