________________
88
શ્રી પ્રભાવક ચરિત્ર
સમગ્ર શ્રુતનો અભ્યાસ કરાવ્યો. અનુક્રમે અભ્યાસ કરાવીને ભદ્રગુપ્તસૂરિએ તે સિદ્ધાંતની અનુજ્ઞા માટે તેમને પુનઃ ગુરુ પાસે મોકલ્યા.
એવામાં પૂર્વભવના મિત્ર દેવોએ જ્ઞાનથી જાણીને વજમુનિની આચાર્ય પદવીના અવસરે અદૂભુત મહોત્સવ કર્યો. ત્યાં શુભ લગ્ન ગુરુ મહારાજે સર્વ અનુયોગની અનુજ્ઞા આપી અને પ્રમોદપૂર્વક સર્વ જિનેશ્વરોના તેજ–તત્ત્વને તેમનામાં સ્થાપન કર્યું. (સૂરિમંત્ર આપ્યો).
હવે ગુરુ મહારાજના સ્વર્ગ–ગમન પછી શ્રી વજસ્વામી પ્રભુ પાટલીપુત્ર નામના નગરના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. ત્યાં તેમણે પોતાનું કુરૂપ બનાવીને ધર્મનું વ્યાખ્યાન આપ્યું. ત્યારે લોકો કહેવા લાગ્યા કે–“અહો ! આ ગુણને અનુરૂપ રૂપ નથી.” પછી બીજે દિવસે સુંદર રૂપથી તેમણે ધર્મોપદેશ કર્યો એટલે લોકો કહેવા લાગ્યા કે—“અહો ! નગરને ક્ષોભ ન થાય, એવા ભયથી આચાર્ય મહારાજે પોતાનું કુરૂપ બનાવ્યું હતું.' - હવે અહીં સાધ્વીઓ પાસે વજસ્વામીના ગુણસમુહના ગાનશ્રવણથી ધનશ્રેષ્ઠીની રૂકિમણી નામે કન્યા પ્રથમથી જ તેમના પ્રત્યે ભારે આદરથી અનુરાગવાળી થઈ હતી. તેણે પોતાના પિતાને જણાવ્યું કે હે તાત ! મારું એક સત્ય વચન સાંભળો. મને શ્રીવજસ્વામી સાથે પરણાવો, નહિ તો મારે અગ્નિનું શરણ લેવું પડશે.” એટલે પોતાની પુત્રીના આવા આગ્રહથી શતકોટિ ધન સહિત પોતાની પુત્રીને લઈને ધન શેઠ વજસ્વામી પાસે આવ્યો ત્યાં અંજલિ જોડીને તેણે સૂરિને વિનંતિ કરી કે તમને મારી પુત્રી પતિ કરવાને ઇચ્છે છે. તેણી રૂપ અને યૌવનયુક્ત છે, માટે એનો સ્વીકાર કરો, તેમજ જીવન પર્યત દાન અને ભોગથી પણ ક્ષીણ ન થાય, તેટલું આ ધન ગ્રહણ કરો. હું તમારા ચરણો ધોઉં છું.”
એમ સાંભળતાં શ્રીવજસૂરિ કહેવા લાગ્યા કે–“હે શ્રેષ્ઠિનું ! તમે તો સરળ લાગો છો. પોતે સાંસારિક બંધનમાં બંધાઈને દૂર રહેલા બીજાઓને પણ બંધનમાં નાખવા ઇચ્છો છો. વળી હે ભદ્ર ! રેણુંથી રત્નાશિ, તુણથી કલ્પવૃક્ષ, ગર્તાડુક્કરથી ગજેન્દ્ર, કાકથી રાજહંસ, માતંગગૃહથી રાજમહેલ અને ક્ષાર જળથી અમૃતની જેમ કુદ્રવ્ય અને વિષયાસ્વાદથી તમે મારા તપનું હરણ કરવા ઇચ્છો છો. વિષયો તો તરત અનાયાસે ઇન્દ્રિયોને વિકસિત કરે છે અને મહા ભોગોયુક્ત ધન તો કેવળ આત્માને બંધનમાં જ નાંખે છે. તે તમારી પુત્રી જો મારામાં અનુરક્ત હોય અને છાયાની જેમ મને અનુસરવા માગતી હોય, તો મેં સ્વીકારેલ જ્ઞાન-દર્શન યુક્ત વ્રતને ધારણ કરે.’ એ પ્રમાણે સાંભળતાં અભિલાષારૂપ વિષ દૂર થવાથી રૂક્િમણી પ્રતિબોધ પામી અને સંયમ લઈને તે સાધ્વીઓની પાસે રહી. તે વખતે આચારાંગસૂત્રમાં રહેલ મહાપરિજ્ઞા નામના અધ્યયનમાંથી શ્રી વજસ્વામીએ આકાશગામિની વિદ્યા ઉદ્ભૂત કરી.
એવામાં એકવાર વૃષ્ટિના અભાવે ત્યાં ભયંકર દુષ્કાળ આવી પડ્યો, જેથી પૃથ્વી પર સચરાચર પ્રાણીઓનો અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સીદાતા શ્રી સંઘે આવીને શ્રી વજસ્વામીને નિવેદન કર્યું કે – હે સ્વામિનું ! અમારું રક્ષણ કરો.' એટલે શ્રીવાજસૂરિએ તેમની એ વાત ધ્યાનમાં લીધી. પછી તરત જ હર્ષપૂર્વક એક પટ વિસ્તારી તેના પર શ્રી સંઘને બેસાડીને તે ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશમાર્ગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા ગયો હતો. એટલે પાછળથી તેણે આવીને કહ્યું કે– હે પ્રભો ! મારો પણ ઉદ્ધાર કરો. ત્યારે વજસૂરિએ તેને પણ સાથે લઈ લીધો. પછી તરત જ એક સુકાળવાળા દેશમાં આવેલ