________________
શ્રી પ્રભાવક ચરિત્ર
વૃદ્ધિ પામેલ એ શું નિગ્રહ કરવા લાયક છે ? નહિ જ.'
એકવાર રાજાએ ધનપાલને શિકારમાં બોલાવતાં તે ગયો. ત્યાં શિકારીઓએ એક શૂકર (ભુંડ) જોયો. એટલે કાન સુધી ધનુષ્ય ખેંચી, તેમાં બાણ સાંધીને તેમણે તે ડુક્કર તરફ છોડયું. જેથી તે નીચું મુખ કરીને પડ્યો અને ઘોર આક્રંદ કરવા લાગ્યો. ત્યારે અન્ય પંડિતો રાજાને કહેવા લાગ્યા કે — ‘સ્વામી પોતે સુભટ અથવા તો તેની પાસે આવા બીજા સુભટો નહિ હોય.' એવામાં રાજાની દૃષ્ટિ ધનપાલ પર પડી. અને રાજાએ કહ્યું કે ‘કંઈ બોલશો ?' એટલે કવીશ્વરે જ્ઞાવ્યું કે . ‘હે સ્વામિન્ ! સાંભળો = रसातलं यातु यदत्र पौरुषं व नीतिरेषाऽशरणो ह्यदोषवान् । निहन्यते यद् बलिनापि दुर्बलो हहा ! महाकष्टमराजकं जगत्” ॥ १ ॥
—
256
=
એવું પૌરૂષ-બળ પાતાળમાં પેસી જાઓ, વળી એવી નીતિ ક્યાંની કે જ્યાં અશરણ, નિર્દોષ અને દુર્બળને બળવાન મારે અહા ! મહાકષ્ટની વાત છે કે આ જગતમાં કોઈ ન્યાયીરાજા નથી.'
પછી એકવા૨ નવરાત્રમાં ગૌત્રદેવીનું પૂજન ચાલતાં એકસો બકરાઓને વધસ્થાને બાંધીને તલવારના એક એક ઘાથી મારવામાં આવ્યા, ત્યાં પાસે રહેલા લોકો એ વધ સંબંધમાં રાજાની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે કરુણાનિધાન ધનપાલ કવિ બોલ્યો કે — ‘આ બધા વિદ્વાનો એ કર્મ કરનારા અને મિથ્યા પ્રશંસા બોલનારા છે, કારણ કે જે પશુઓના આર્તનાદ સાંભળ્યા છતાં તેમના પર દયા લાવતો નથી, તે પોતાને માટે નરકના દ્વાર ખુલ્લા કરે છે.'
એક વખતે મહાકાલના મંદિરમાં પવિત્રારોહનો મહોત્સવ ચાલતાં રાજા ત્યાં આવ્યો, અને સાથે આવેલ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે — ‘હે સખે ! તારા દેવોનો પવિત્ર–મહોત્સવ કદિ થતો જ નથી. તેથી તે અવશ્ય અપવિત્ર લાગે છે.
એ પ્રમાણે સાંભળતાં ધનપાલ કહેવા લાગ્યો કે —
‘‘પવિત્રમપવિત્રસ્ય,
1
पावित्र्यायाधिरोहति નિન: સ્વયં પવિત્ર મિર્ચસ્તત્ર પવિત્રજૈઃ ।। ? ॥
‘પવિત્ર, અપવિત્રને પવિત્ર બનાવે છે, જિન ભગવંત તો પોતે પવિત્ર જ છે, તો તેને પવિત્ર કરવા મહોત્સવોની શી જરૂર છે ?’
શિવમાં એ અપવિત્રતા છે, તેથી તેના ભક્તોએ લિંગપૂજન આદર્યું છે. ખરેખર ! એ વાતની શંકરે યાચના કરવાથી ભક્તોએ તેનો સ્વીકાર કર્યો છે.' એવામાં હસતા મુખવાળી, રતિયુક્ત અને તાળી દેવાને ઉંચે હાથ કરેલ એવી કામદેવની મૂર્તિને જોતાં રાજા કૌતુક પામીને તે પ્રખર પંડિતને કહેવા લાગ્યો કે — ‘આ તાળી દેતાં હસતો કામદેવ સ્પષ્ટ શું કહેવા માગે છે ?'
એટલે સિદ્ધ સાસ્વત મંત્રના યોગે ધનપાલ કવિ તરત જ સત્ય બોલ્યો. કારણ કે જ્ઞાની શા માટે વિલંબ કરે ? તેણે આ પ્રમાણે શ્લોકમાં જણાવ્યું