________________
શ્રી પ્રભાવક ચરિત્ર
ભ્રષ્ટ અને નરકપથના પથિક બનેલા મારા જેવા આરાધક કેમ થાય ? અવંઘ એવા મને વંદન કરતાં મારો નિસ્તાર કરવાને સર્વ સંગથી મૂકાવનાર એવી શમ સંવેગની વાસના તેં મારામાં ભરી દીધી. મારા ગૃહસ્થો અને યતિઓથી યુક્ત છતાં જીવનમાં નિર્બળ એવો હું વ્રતનું કષ્ટ સહન કરવાને અસમર્થ હોવા છતાં સમર્થ થયો.'
340
એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજા કહેવા લાગ્યો કે — ‘હે મહાત્મન્ ! તમારી સમાનતા કોણ કરી શકે ? કે એક જ નિમિત્તથી તમે પ્રત્યેકબુદ્ધની જેમ સર્વ સંગના ત્યાગી થયા. જૈનમુનિને પ્રણામ કરવાનો તો મારો નિયમ છે, છતાં તેમાં તમે ઉપકાર માન્યો, તેથી તમે કૃતજ્ઞ જનોમાં મુગટ સમાન છો. કોઈપણ પ્રકારના બદલાની અભિલાષા વિના તમે ન ઇચ્છતા હોવા છતાં વંદન કરવાના સુકૃતનું મને ભાજન બનાવો, એટલી આપને મારી નમ્ર પ્રાર્થના છે, સંત જનોને સ્વાર્થી બનવું કોઈ રીતે યુક્ત નથી.' એ પ્રમાણે અવસરને ઉચિત બોલીને રાજાએ બલાત્કારથી તે મુનિને વંદન કર્યું.
એટલે અનશનધારી મુનિ કહેવા લાગ્યા કે — ‘આ દેશ ધન્ય છે અને પ્રજા પૂર્ણ ભાગ્યશાળી છે કે જ્યાં તારા દર્શનરૂપ અમૃતવૃષ્ટિથી તે પોતાના પાપ–પંકનું પ્રક્ષાલન કરે છે.’ એમ સાંભળતાં ભારે પ્રમોદથી ગદિત થયેલ રાજાએ જઈ ને એ વૃત્તાંત શ્રી હેમચંદ્ર પ્રભુને નિવેદન કર્યો. કે — ‘હે ભગવન્ ! તમે . આદેશ કરેલ નિયમોનું પાલન કરતાં તે કામધેનુની જેમ બધાના હૃદયને અભીષ્ટ આપનાર નીવડ્યા છે.'
ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે — ‘હે રાજેન્દ્ર ! ગુરુભક્તિરૂપ અગ્નિથી અર્ચા પામેલ એ તારા પુણ્ય જાગતું હોવાથી સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરે છે.' આથી રાજાનું હૃદય ભારે પ્રફુલ્લિત થયું, પછી સાત ક્ષેત્રમાં ધન વાપરતાં અને પોતાના જન્મને કૃતાર્થ કરતા રાજાએ સંપ્રતિ રાજાની જેમ પૃથ્વીને જિનભવનોથી વિભૂષિત કરી દીધી.
–
એવામાં એકવાર રાજાને ધર્મમાં વધારે સ્થિર કરવા માટે ગુરુ મહારાજ સ્વોપજ્ઞ અને શ્લોકબદ્ધ શ્રીશલાકાપુરુષોના ચરિત્રોની વ્યાખ્યા કરવા લાગ્યા. તેમાં એક વખતે મહાવીર પ્રભુનું ચરિત્ર કહેતાં તેમણે વ્યાખ્યાનમાં રાજાની સમક્ષ દેવાધિદેવનો સંબંધ બતાવતાં જણાવ્યું કે ‘પૂર્વે ઉદયન રાજાની પ્રભાવતી નામે રાણી કે જે ચેટક રાજાની પુત્રી હતી. સમુદ્રમાં કોઈ વ્યંતરે યાનપાત્ર સંભીને બંધ કરેલ એક પેટી શ્રાવકને આપતાં કહ્યું કે ‘આ દેવાધિદેવ પ્રભુને જે ઓળખશે, તે પ્રકાશિત કરશે.' એમ કહીને વ્યંતર અદૃશ્ય થઈ ગયો. પછી વીતભય નગરમાં યાનપાત્ર પહોંચ્યું, ત્યારે બીજા કોઈથી તે પેટી ન ઉઘડી, એટલે પ્રભાવતી એ વીર પ્રભુનું તે બિંબને પ્રકાશિત કર્યું. જેથી તે પ્રતિમા પ્રદ્યોત રાજાના હાથમાં ગઈ. પછી તેનું પ્રતિબિંબ દાસીએ પાછું વીતભય નગરમાં મૂક્યું, તે બધી કથાનું અહીં ગ્રંથગૌરવના ભયથી વર્ણન કરેલ નથી. પણ સાંભળવાની ઇચ્છાવાળા ભવ્ય જનોએ તે વાત શ્રી વીર ચરિત્રમાંથી જાણી લેવી. એ પ્રમાણે સાંભળતાં નિપુણમતિ રાજા કુમારપાલે શૂન્ય વીતભય નગરમાં માણસ મોકલીને તરત તે ભૂમિ ખોદાવી. ત્યાં ભૂમિની અંદર રાજમંદિર જોતાં તેમાંથી જિનબિંબ પ્રાપ્ત થયું. એટલે ભારે હર્ષથી અતિશય મહોત્સવ પૂર્વક રાજાએ તે આર્હત્ બિંબને પોતાની રાજધાનીમાં લેવરાવતાં પ્રવેશ મહોત્સવ કર્યો અને તે બિંબને પોતાના રાજભવનમાં સ્થાપન કર્યું. પછી તે બિંબને યોગ્ય સ્ફટિક રત્નનો પ્રાસાદ રાજાએ પોતાના મહેલમાં તૈયા૨ ક૨વાનો પ્રારંભ કર્યો. એટલે ભાવિને જાણનાર આચાર્ય મહારાજે તેનો નિષેધ કર્યો કે — ‘રાજભવનમાં દેવગૃહ ન થાય.’