________________
શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર
અધિક પટુતાને લીધે અભિમાન લાવીને શાસ્ત્રરહસ્યને ન સમજતા પોતાના શિષ્ય પર તે ક્રોધ લાવતા હતા. એટલે તેમને શિક્ષા આપતાં તે પ્રતિદિન એક રજોહરણની દાંડી ભાંગતા હતા. એમ કરતાં એક વખતે પોતાના જાતિબંધુ ક્રોધને સહાયતા કરવા માટે તેમને ભારે ગર્વ આવી ગયો. કારણ કે જે જેની સાથે જોડાયેલ હોય, તે તેની પાછળ આવે. એટલે કાષ્ઠની દંડિકા દરરોજ ભાંગી જવાથી ખેદ પામતાં તેમણે પોતાની શુશ્રુષા કરનાર એક પુરુષને આદેશ કર્યો કે – ‘મારા રજોહરણમાં લોહની ઇંડિકા કરાવવાની છે.' એ પ્રમાણે સાંભળતાં શિષ્યો બધા ત્રાસ પામ્યા, અને મનમાં ભારે ખેદ લાવતાં મહામુશ્કેલીએ તેમણે ઉપાધ્યાય પાસે તે દિવસ વ્યતીત કર્યો. પછી સાંજે પ્રતિક્રમણ કરી અને શાસ્ત્રચિંતન કર્યા પછી મધ્યરાત્રે પણ નિદ્રા ન લેતાં જયેષ્ઠ ગુરુના ચરણ—કમળને સેવતાં અને તેમના ચરણ ચાંપવારૂપ શુશ્રુષા કરતાં, શિર કુટવાના અને મરણના ભયથી ગભરાઈ જતાં લોચનમાં ભારે અથ્રૂ લાવતાં તેમણે શરણ કરવા લાયક ગુરુના શરણે આવી વંદન કરીને ઉપાધ્યાયનું ચેષ્ટિત ગુરુને નિવેદન કર્યું. જે સાંભળતાં ગુરુ બોલ્યા કે – ‘હે વત્સો ! ઉપાધ્યાયનો આશય સ્વચ્છ છે. એ તો માત્ર તમારો પાઠ સત્વર થાય, તેટલા માટે ત્વરા કરે છે, પણ તે વૈરભાવથી તેમ કરતા નથી. લોહખંડિકાની તે જે અપેક્ષા રાખે છે, તે આચાર વિરુદ્ધ છે. તેથી હું તેમને શિખામણ આપીશ, કે તે આવું ન કરે.’
269
એ પ્રમાણે ગુરુએ આશ્વાસન આપતાં તે શિષ્યો પોતપોતાના સ્થાને જઈને સુઈ ગયા. એવામાં સૂરાચાર્ય પણ ગુરુની શુશ્રુષા નિમિત્તે ત્યાં આવ્યા. એટલે તેમણે વંદના કરતાં ગુરુએ કૃત્રિમ કોપ બતાવીને અનુવંદના ન આપી. ત્યારે તેમ-અપ્રસાદનું કારણ પૂછતાં ગુરુએ જણાવ્યું કે—‘લોહદંડ એ તો યમનું આયુધ છે, પણ ચારિત્રધારીને ઉચિત નથી, તેમજ પરિગ્રહમાં તે હિંન્ન વસ્તુ ગણાય છે. પૂર્વે પણ કોઈ પાઠકે પોતાના શિષ્યોને શિક્ષા આપવા માટે તેમ કર્યું નથી, તો પછી પુરુષોના હૃદય ભેદવાવાળી આવી બુદ્ધિ તને ક્યાંથી સ્ફુરાયમાન થઈ ?’
એમ સાંભળતાં સૂરાચાર્યે વિચાર કર્યો કે—‘આ ઉપદ્રવ શિષ્યોથી થયેલ છે,' એમ ધારી તેમણે ગુરુને વિનયપૂર્વક કહ્યું કે—‘આપ પૂજયનો હાથ મારા મસ્તક પર હોવા છતાં મારામાં આ નિદર્યતાની શંકા તમે કેમ લાવો છો ? કાષ્ઠદંડિકાથી શરીરે જેમ પ્રહાર દેખાય, તેમ લોહદંડથી પ્રહાર ન થાય; પણ આ તો માત્ર બતાવવારૂપ જ છે. વળી મને વિચાર આવ્યો કે મારા ગુણો એમનામાં આવે, પણ ઓળામાંથી ઘેબર ન થાય.’
એટલે સર્વમાં ગુણના નિધાનરૂપ એવા ગુરુ કહેવા લાગ્યા કે—‘હે ભદ્ર ! કોટ્યશે પણ તારામાં ગુણ નથી, તો તને એ ગુણોનો મદ કેમ આવે છે ?' એમ સાંભળતાં પ્રબળ બુદ્ધિમાન્ સૂરાચાર્ય બોલ્યા કે—‘હું કૃતકૃત્ય નથી, તેમ અતિશય રહિત એવા મને ગર્વ શો ? આ તો મારી એવી પ્રતિજ્ઞા છે કે—મેં ભણાવેલા આ શિષ્યો પરદેશમાં વિચરીને વાદીઓને જીતનારા થાય અને આપના કિરણરૂપ બનીને લોકોની જડતા (અજ્ઞાનતા)ને દૂર કરનારા થાય. એમ જિનશાસનની ઉન્નતિ થવાથી આપની પણ તેમાં શોભા જ છે.'
ત્યારે ગુરુ બોલ્યા કે—‘એ અલ્પમતિ બાળકોમાં શી આશા રાખવી ? જો તારે એવી લગની લાગી હોય, તો ભોજરાજાની સભાનો જય ક૨વા માટે જવાને તૈયાર થા.' એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે— ‘આપનો એ આદેશ મારે પ્રમાણ છે. વળી એ આપનો આદેશ બજાવ્યા પછી જ સર્વ વિકૃતિ (વિગઈ)નો હું સ્વીકાર કરીશ.' એમ કહી ફાલથી ભ્રષ્ટ થયેલ સિંહની જેમ અમર્ષસહિત તે સૂરિ-સિંહ પોતાના સંથારા