________________
શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર
189
એવામાં પ્રધાન કહેવા લાગ્યો કે “આ આચાર્ય અમારા પર શિથિલ આદરવાળા થયા છે, તેથી એમણે દુષ્કર પ્રતિજ્ઞા કરી છે. હે પૂજ્ય ! એ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં પણ જો આપ મારી સાથે આવો, તો અહોભાગ્ય ! અને દેવો અમારા પર પ્રસન્ન થયા સમજીશું.” ત્યારે ગુરુ આ પ્રમાણે એક ગાથા બોલ્યા કે–
तत्ती सीअली मेलावा केहा થ - કાવત્ની પ્રિય મંnિ | विरहिहिं माणुसु जं मड तसु कवण निहोरा,
कंनि पवित्तडी जणु जाणइ दोरा ॥ १ ॥ એમ સાંભળતાં રાજાએ પૂછ્યું કે–“એ ગાથાનો અર્થ શો ?' ત્યારે જ્ઞાનના નિધાન એવા બપ્પભદિ મુનીશ્વર તેનું વિવેચન કરતાં રાજાની આગળ કહેવા લાગ્યા કે—
એક લોહનો પિંડ અગ્નિથી તપેલ હોય અને એક શીતલ હોય, એ બંને સાથે કેમ મળી શકે ? કારણ કે તે બંને તપ્ત હોય, તો તેનો મેલાપ થઈ શકે. અર્થાતુ એ આમ રાજા સાંસારિક વાસનાઓથી તપ્ત છે અને અમે ઔદાસીન્ય, જિતેંદ્રિયત્ન તથા નિર્લોભિતાથી શીતલ છીએ, તો અમારો એની સાથે મેળ કેમ થાય ? ધના દેશી શબ્દથી પત્ની લેવી, તે ઉત્સુક હોય અને પ્રિયતમ મંદ નેહવાળો હોય, તો તેમનો મેલાપ શી રીતે થાય ? વિરહથી જે મરતો હોય કે મૃત તુલ્ય થઈ ગયો હોય, તેનો નિરોધક કોણ થઈ શકે ? તે મળે ત્યારેજ પ્રણયિનીપ્રિયા જીવી શકે; આ કર્ણવેધ જેવી વાત તો તેમાં પરોવાયેલ દોરા જ જાણી શકે.
તેમજ તપને ઇચ્છનાર તથા કામ-મદન એ બંનેના મિલનમાં ચેષ્ટા કેવી ? અર્થાત તે બંને વિપરીત હોવાથી તેમની મિત્રતા ન થઈ શકે. તથા ધનદાન આપનાર દાતાને સત્પાત્રની ઈચ્છા હોય અને યાચક તે લેવામાં ઇચ્છા રહિત હોય, નિર્મોહી હોય તેના વિરહમાં દાતા તેની ખાતર સંતાપ પામતો હોય, તેને દાન આપવાનું મુહૂર્ત કેવું? અર્થાત તે ગમે ત્યારે પણ દાન આપી સંતુષ્ટ થઈ શકે, વળી કાન્યકુબ્ધમાં મારા સમાન તેજસ્વી વિદ્વાન દોરા એટલે બંને રાજાઓને જાણે છે. અથવા ધર્મરાજા અને આમ રાજા બંનેને પંડિતો પ્રિય છે, તેથી તે બંને મારા મનમાં રમી રહ્યા છે. અહીં ગૂઢાર્થ એવો છે કે હે રાજન ! ગુરુપ્રતિજ્ઞાના નિર્વાહ માટે આમ રાજા અહીં આવેલ છે. એ બીજો અર્થ કહ્યો.
તથા એક સપ્ત સ્વભાવનો હોય અને બીજો શીતલ સ્વભાવનો હોય, ત્યાં મેલાપ કેવો ? વળી ચમત્કારી કાવ્યો જેને પ્રિય છે એવા આચાર્ય, તે અમારા પર સ્નેહરહિત છે, તે ઉપરોધથી ગ્રહણ કરી શકાય તેમ નથી. વળી વિષય, વિયોગાદિ સર્વ સંગનો પરિત્યાગ કરતાં જે પુરુષ મરે, તે દેવ સમાન સુખી થાય, તેને સ્નેહ કેવો? સંબંધાદિકમાં તેનો ઉપરોધ કેવો ? અર્થાત ઉપરોધથી તે ગ્રહણ ન થઈ શકે. વળી કર્ણ જેવા દાનેશ્વરી તથા મહાબાહુ આમ રાજાને પણ આ સૂરિ સામાન્ય પુરુષ સમાન સમજે છે.
તેમજ તત્ત્વને ઈચ્છનાર તથા સંગના ત્યાગીનો મેળાપ થઈ શકે, વળી પરમબ્રહ્મને ઇચ્છનાર પર ધનવંત જનો અત્યંત પ્રીતિ કરે. કારણ કે વીતરાગમાં સર્વ પ્રીતિ કરે છે અને ધનવંતો પણ તેમાં પ્રીતિ ધરાવે છે.