________________
શ્રી વજસ્વામી ચરિત્ર
આકાશગામિની વિદ્યા આપી કારણ કે તેવા ભાગ્યવંત સત્પરષોને જગતમાં કાંઈ દુર્લભ નથી.
હવે એક દિવસે શ્રીગુરુમહારાજ અંડિલભૂમિએ ગયા અને શુભ એષણામાં ઉપયોગવાળા એવા ગીતાર્થ મુનિઓ બધા ગોચરીએ ચાલ્યા ગયા હતા. એટલે વજમુનિને અવકાશ મળ્યો તેથી બાલ્યભાવની ચપળતાથી તેમણે બધા મુનિઓનાં ઉપકરણો નામવાર ભૂમિ પર સ્થાપન કરી, ગુરુએ સ્વમુખે પ્રકાશેલ એવા શ્રુતસ્કંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેકને વાચના આપવી શરૂ કરી. એવામાં શ્રીમાન્ સિંહગિરિ મહારાજ વસતિની નજીકમાં આવ્યા અને મેઘના જેવો વજ મુનિનો ગંભીર શબ્દ તેમના સાંભળવામાં આવ્યો જે સાંભળતાં તેમણે વિચાર કર્યો કે – “શું મુનિઓ આવીને આ શાસ્ત્રાધ્યયન કરે છે?” ત્યાં ફક્ત વજમુનિના શબ્દો સાંભળીને તેમને ભારે સંતોષ થયો. તરત જ તેમણે ચિંતવ્યું કે – “અહો ! આ ગચ્છ ધન્ય છે કે જયાં આવા બાળમુનિ પંડિત છે.' પછી આ વજમુનિ ક્ષોભ ન પામે એમ ધારી તેમણે ઊંચા અવાજે નિસ્ટિહીનો ઉચ્ચાર કર્યો એટલે ગુરુનો શબ્દ સાંભળતાં વજમુનિ પણ ઉપકરણોને યથાસ્થાને મુકીને લજ્જા અને ભય પામતા તે ગુરુની સન્મુખ આવ્યા, અને તેમના ચરણ પુંજી, પ્રાસુક જળથી પખાલીને વજમુનિએ તે પાદોદકને વંદન કર્યું, આવા તેના વિનયને જોતાં ગુરુએ અત્યંત હર્ષપૂર્વક તેમની સામે જોયું. પછી “વૈયાવૃત્યાદિકમાં આ લઘુ મુનિની અવજ્ઞા ન થાય' એમ વિચારીને ગુરુએ શિષ્યોને કહ્યું કે- હવે અમે વિહાર કરીશું.' , એમ સાંભળતાં મુનિઓ કહેવા લાગ્યા–“હે પ્રભો ! અમને વાચના કોણ આપશે ?”
ગુરુ બોલ્યા–“આ વજમુનિ તમને વાચના આપીને સંતોષ પમાડશે.” એટલે તેમણે વિચાર કર્યા વિના ગુરુનું વચન કબુલ કર્યું. અહો ! એવા સ્વગુર–ભક્ત શિષ્યોને વારંવાર નમસ્કાર છે.
પછી પડિલેહણ કરીને તે સરળ મુનિઓએ વજમુનિનું આસન પાથર્યું. એટલે તેમણે તેમને વાચના આપવાનો પ્રારંભ કર્યો, વિના પ્રયાસે તેમણે શાસ્ત્રનું રહસ્ય એવી રીતે સમજાવવા માંડ્યું કે મંદબુદ્ધિ પણ સહેલાઈથી સમજી શકે.
હવે કેટલાક દિવસ પછી આચાર્ય મહારાજ ત્યાં આવ્યા એટલે મુનિઓ તેમની સન્મુખ ગયા. ગુરુએ વાચના સંબંધી બધો વૃત્તાંત પૂક્યો ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે “આપ પૂજ્યશ્રીના પ્રસાદથી અમને વાચનાનું ભારે સુખ થઈ પડ્યું. તો હવે સદાને માટે વજમુનિ જ અમારા વાચનાચાર્ય થાઓ.’
એમ સાંભળતાં ગુરુ બોલ્યા “એ મુનિના અદૂભુત ગુણ—ગૌરવ તમને જણાવવા માટે જ મેં વિહાર કર્યો હતો.” પછી વજમુનિએ તપસ્યા વિધાનથી વિધિસહિત વાચનાપૂર્વક ગુરૂને જેટલો આગમનો અભ્યાસ હતો તેટલો આગમનો અભ્યાસ કરી લીધો. પછી ગુરુએ દશપુરમાં જઈ વજમુનિને શેષ શ્રુતનો અભ્યાસ કરવા માટે અવંતીમાં આદર સહિત શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસે મોકલ્યા. ગુરુની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર નિવાસ કર્યો.
એવામાં અહીં શ્રીભદ્રગુપ્તસૂરિએ હર્ષપૂર્વક પોતાના શિષ્યોને સ્વપ્નની વાત જણાવી કે દુગ્ધપૂર્ણ મારું પાત્ર કોઈ અતિથિ આવીને પી ગયો. તેથી સમસ્ત દશપૂર્વનો અભ્યાસ કરનાર કોઈ આવશે.' એમ તે બોલતા હતા, તેવામાં વજમુનિ તેમની સમક્ષ આવી વંદન કરીને ઉભા રહ્યા. એટલે ગુરુએ તેમને પોતે ભણેલ
૧. આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૩૮૯માં સિંહનું બચ્ચું આવીને પી ગયાનું જણાવ્યું છે.