________________
120
શ્રી પ્રભાવક ચરિત્ર
મસ્તક નમાવતાં ભૂમિને પ્રમાર્જન કરી ગુરુની સમક્ષ આવ્યો, ત્યાં ઢીંચણ જમીન પર સ્થાપતાં મુખ આગળ મુહપત્તી રાખીને શિષ્ય કહેવા લાગ્યો કે - “હે ભગવન્! આપના આદેશને ઇચ્છું છું.”
એટલે ગુરુ બોલ્યા - “હે વત્સ ! ગંગા કઈ તરફ વહે છે, તેનો નિર્ણય કરીને કહે.”
એ પ્રમાણે ગુરુના મુખથી સાંભળતાં, આવશ્યકી પૂર્વક ઉપાશ્રયથી બહાર નીકળતાં સ્કંધ પર કંબળ રાખી અને હાથમાં દંડ લઈને તે આગળ ચાલ્યો. ગુરુનો પ્રશ્ન અનુચિત છે, એમ જાણતાં છતાં પણ તેણે બાળ, વૃદ્ધ અને સ્ત્રીઓને, એ બાબતનો ખુલાસો પૂછયો અને છેવટે મધ્યમ વયના એક પ્રવીણ પુરુષને તેણે પ્રશ્ન કર્યો કે – “હે ભદ્ર ! ગંગા કઈ દિશા ભણી વહે છે ?'
ત્યારે તે પુરુષે જવાબ આપ્યો કે – “પૂર્વાભિમુખ વહે છે.”
એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તો પણ એ જ જવાબ મળ્યો. તો પણ બરાબર નિશ્ચય કરવાને તે ગંગાના પ્રવાહ આગળ ગયો. ત્યાં અવ્યગ્રપણે હાથમાં રહેલ દંડ તેણે જળમાં મૂક્યો એટલે પ્રવાહન વેગથી દંડ સહિત હાથ પૂર્વાભિમુખ તણાયો. આથી તેને ખાત્રી થઈ. પછી ઉપાશ્રયમાં આવતાં ઈર્યાવહીપૂર્વક પોતાના સદોષ વર્તનની આલોચના કરીને પોતાની ક્રિયામાં તે પ્રવૃત્ત થયો. અહીં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભાષ્યકાર કહે છે કે –
"निवपुच्छिएण भणिओ गुरुणा गंगा कुउमुही वहइ।
संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं" ॥ १ ॥ પછી પૂર્વની જેમ ચર પુરુષોએ યથાસ્થિત સત્ય નિવેદન કરતાં રાજા વિશ્વાસ પામીને કહેવા લાગ્યો – ‘તમારો વૃત્તાંત અવર્ણનીય છે.' એ પ્રમાણે સર્વ લોકોને ઉપકારી સૂરિમહારાજે બતાવેલ આશ્ચર્યોથી ચમત્કાર પામતાં રાજા જતા સમયને પણ જાણતો ન હતો.
એકવાર મહાયશસ્વી પાદલિપ્તાચાર્ય મથુરા નગરીમાં ગયા. ત્યાં શ્રી સુપાર્શ્વજિનના સ્તૂપને વિષે સત્વર તેમણે શ્રી પાર્શ્વપ્રભુને વંદન કર્યું. ત્યાંથી લાટદેશમાં આવેલ કારપુરમાં તે આવ્યા ત્યાં ભીમ રાજાએ તેમનું સ્વાગત કર્યું.
એક વખતે શરીરમાંના બાળપણના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ વિશ્વવત્સલ બાળસૂરિ એકાંતમાં બાળકો સાથે રમવા લાગ્યા; તેવામાં તેમને વંદન કરવાની ભારે ઉત્કંઠા ધરાવનાર કેટલાક શ્રાવકો દેશાંતરથી
સતા તે બાળગુરુને જ તેમણે પૂછયું કે – “યુગપ્રધાન શ્રી પાદલિપ્ત સૂરિનો ઉપાશ્રય કયાં છે ?'
ત્યારે તાત્કાલિક બુદ્ધિયુક્ત એવા ગુરુ મહારાજે દૂરથી આવવાના પ્રગટ ચિન્હો જોતાં તેમને જણાવ્યું, અને પોતે વસ્ત્ર વિસ્તારી, પોતાનો આકાર ગોપવીને તે એક ઉન્નત આસન પર બેસી ગયા. એવામાં શ્રાવકો આવ્યા અને તેમણે અતિભક્તિથી ગુરુને વંદન કર્યું. ત્યારે દક્ષપણાથી તેમણે બાળસૂરિને ઓળખીને વિચાર કર્યો કે - “આ તો આપણે જેમને રમત કરતા જોયા, તે જ છે.' પછી તેમણે વિદ્યા શ્રુત અને વયોવૃદ્ધની તુલ્ય ધર્મદેશના આપીને તે શ્રાવકોના વિકલ્પને દૂર કરવા માટે જણાવ્યું કે – ‘ચિરકાળથી સાથે વસતા જનોએ