________________
શ્રી મલવાદીસૂરિ ચરિત્ર
175
રચી, કે જે દીપકલિકાની જેમ સર્વ અર્થને પ્રકાશે છે.
એવામાં એકવાર વિકાસ પામતા માલતીના પુષ્પ સમાન સુવાસિત યશના નિધાન એવા શ્રીમલ્લસૂરિએ સ્થવિર મુનિના મુખથી બૌદ્ધોએ કરેલ પોતાના ગુરુનો પરાભવ સાંભળ્યો. એટલે વિનાવિલંબે પ્રયાસો કરીને ભૃગુકચ્છ નગરમાં આવ્યા. ત્યાં શ્રી સંઘે પ્રવેશ મહોત્સવાદિકથી જિનશાસનની પ્રભાવના કરી.
અહીં બુદ્ધાનંદ બૌદ્ધોને અદૂભૂત આનંદ પમાડતો કહેવા લાગ્યો કે “મેં શ્વેતાંબર મુનિને વાદમાં જીતી લીધો.” ગર્વને વહન કરતાં અભિમાનના ભારથી તેની ભ્રગુટી ઉંચે પણ થતી ન હતી. વળી તે ધરાતલને જગદ્દભ્રષ્ટ અને કૃપાપાત્ર માનતો હતો. જૈન મુનિઓને આવેલ સાંભળીને તે સંઘને વિશેષ ઉપસર્ગ કરવા લાગ્યો, તથા મહા-આક્રોશ લાવીને લોકોને તે વાદ વિવાદમાં ઉતારવા લાગ્યો. વળી તે અભિમાન લાવીને એમ બોલતો કે–“શ્વેતાંબરોમાં વાદમુદ્રાવડે અધૃષ્ય અને સાદ્વાદ મુદ્રાને લીધે પરવાદીઓને અજેય એવા તેમના પૂર્વજને પણ સાગરને અગત્યઋષિએ અંજલિ પ્રમાણ કર્યો તેમ મેં પ્રગટ કરેલા પોતાના સિદ્ધાંતોથી જીતી લીધો. તો જેણે વિદ્વાનોને જોયા નથી એવો એ બાળક શું કરવાનો હતો. એ તો ઘરમાં ગર્જના કરનાર કૂતરા સમાન પરાક્રમ રહિત છે. જો તેનામાં એવી કોઈ શક્તિ હોય, તો તે રાજસભામાં મારી સમક્ષ આવીને ઊભો રહે, એટલે હરિશને વરુની જેમ હું તેનો ગ્રાસ કરી જાઉં.' * એ પ્રમાણે સાંભળતાં મલ્લસૂરિ તો લીલાથી સિંહની જેમ સ્થિર રહ્યા, અને ગર્વરહિત તથા વેષરહિત એવા તે લોકો આગળ ગંભીર વાણીથી કહેવા લાગ્યા–વિવાદ વિના નિર્મળ બુદ્ધિવાળા તથા શાંત એવા કોઈ જૈનમુનિને મેં જીતી લીધો’-એમ સ્વેચ્છાએ બોલવું, તે તો માત્ર આડંબર છે. અથવા તો તે ભલે ગમે તેવો છે, પણ દેઢ શલ્ય સમાન તે પોતાના મનમાં જે મિથ્યા ગર્વ ધરાવે છે, તેનો ઉદ્ધાર કરવા જયશીલ એવો હું તૈયાર જ છું. તે સજ્જન હોય કે મિત્ર હોય, પણ મારી આગળ ઉભો રહેશે, ત્યારે હું જાણી લઈશ. પોતાના ઘરમાં બેસીને તો લોકો રાજાની પણ નિંદા કરે, તેથી શું ? પણ રાજસભામાં પ્રાશ્રિકોની સમક્ષ જે જવાબ આપવા, તેમાં પોતાની બુદ્ધિની કુશળતા જણાય છે.”
એમ મલસૂરિનું વચન સાંભળવામાં આવતા બુદ્ધાનંદ જરા હસીને કહેવા લાગ્યો “એ બાળક તો વાચાલ લાગે છે, માટે તેની સાથે વાદ શો ? અથવા તો તે ભલે ગમે તેવો છે, પણ મારે તો શત્રુપક્ષનો પરાજય કરવો જ જોઈએ; નહિ તો વખત જતાં અલ્પ ઋણની જેમ તે અસાધ્ય અને દુર્ભય થઈ પડે છે.'
પછી ક્રૂર મુહૂર્ત તે વાદી અને પ્રતિવાદી બંને રાજસભામાં આવ્યા. એટલે સભાસદોએ પૂર્વવાદ મલસૂરિને આપ્યો, જેથી તે છ મહિના પર્યત નયચક્ર મહા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે વિદ્વત્તાને યોગ્ય અસ્મલિત વચનથી બોલ્યા, પણ તે બૌદ્ધવાદી ધારી ન શક્યો, તેથી તે પોતાના સ્થાને ચાલ્યો ગયો, એટલે “અદ્વિતીય મલ્લ એવા મલ્લસૂરિ જીત્યા' એમ સૌ કોઈ કહેવા લાગ્યા. શાસનદેવીએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મહોત્સવપૂર્વક તેમને સ્વસ્થાને બિરાજમાન કર્યા. ત્યાં બુદ્ધાનંદના પરિવારને અપમાનપૂર્વક બહાર કાઢી મૂકતા રાજાને ગુરુએ ખાસ આગ્રહ કરીને અટકાવ્યો. ત્યારબાદ રાજાએ આચાર્યને વાદી એવું બિરૂદ આપ્યું, એટલે જ્ઞાનનિધાન તે ગુરુ મલવાદી એવા નામથી પ્રસિદ્ધ થયા.
હવે એ પ્રમાણે પોતાનું અપમાન થતાં બુદ્ધાનંદ નિરાનંદ થઈ ગયો અને શોકને લીધે તે અત્યંત પ્રતિભા રહિત બની ગયો. તેથી રાત્રે દીવો લઈને તે લખવા લાગ્યો. તેમાં પણ પક્ષ, હેતુઓ વગેરે વિસ્તૃત થવાથી