________________
182
શ્રી પ્રભાવક ચરિત્ર
હવે શ્રીમાન આમ રાજાના અમાત્યોના વિશેષ આગ્રહથી શ્રી સંઘની ઈચ્છા ન હોવા છતાં ગુરુ મહારાજે શ્રી બપ્પભદિસૂરિને તેમની સાથે મોકલ્યા. એટલે ત્વરિત પ્રયાસો કરીને તે કાન્યકુબ્ધ નગરમાં આવ્યા, અને ત્યાં બાહ્ય ઉદ્યાનના એક નિર્જીવ પ્રદેશમાં રહ્યા. ત્યારે ઉદ્યાનપાલકે રાજાને આચાર્યના આગમનના સમાચાર આપ્યા, જે સાંભળતાં હર્ષથી તેનું શરીર રોમાંચિત થયું. પછી રાજાએ દરેક બજારે દુકાનની શોભાથી રસ્તા સુશોભિત કરાવ્યા. મકાને મકાને દરેક ધારે તોરણો બંધાવ્યાં, ધૂપદાનીઓમાંથી નીકળતા ધૂમને લીધે ત્યાં શ્યામ વાદળાંનો ભ્રમ થવા લાગ્યો, ઉપર બાંધેલ ચંદરવાઓથી પૃથ્વીતલ એક છાયારૂપ બની ગયું, કુમકુમના છાંટણાંથી તે ભૂમિ કાશમીરની ભૂમિ જેવી દેખાવા લાગી. એવી રીતે ઈંદ્રના નગર સમાન તે નગરને શણગારતાં, પ્રૌઢ મિત્રાઈને લીધે રાજાથી સ્તુતિ કરાયેલ તથા છત્ર અને ચામરથી વિરાજમાન એક રાજાની જેમ, ઉન્નત હસ્તી પર આરૂઢ થયેલ અને ઉપશમ-લક્ષ્મીથી સુશોભિત એવા શ્રી બપ્પભકિસૂરિએ જયાં નગરનારીઓ અટારીઓને સંકીર્ણ કરી રહી છે એવા તે નગરમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ આનંદપૂર્વક ભવ્ય ભવનમાં ગાલીચા પાથરેલ સિંહાસન પર પોતાના તે મિત્ર મુનીશ્વરને બેસાડ્યા. ત્યાં ભારે પ્રભાવનાથી આનંદ પામતો શ્રી સંઘ સદા સદૂભાવથી ગુરુરાજની પરમ ભક્તિ કરવા લાગ્યો.
પછી નિરંતર રાજસભામાં આવતાં પણ કલુષિત ભાવથી રહિત એવા શ્રીમાનું બપ્પભટ્ટસૂરિ રાજાની આગળ પુણ્ય-પથ પ્રકાશવા લાગ્યા
હે રાજનું ! કલ્યાણરૂપ વૃક્ષના આરામને વૃદ્ધિ પમાડવામાં મેઘના પ્રવાહ સમાન અને પરમ પદને આપનાર એવો એક ધર્મ જ નિરાધારને શરણરૂપ છે. તેમાં પ્રથમ દાન અને તે સાત ક્ષેત્રોને વિષે આપવા બતાવેલ છે. વળી તેમાં પણ પ્રથમ જિનમંદિર સિદ્ધિદાયક છે, બીજું જિનબિંબનું નિર્માણ, ત્રીજું સિદ્ધાંત લેખન તથા ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિ-એમ અનુક્રમે સાત ક્ષેત્રો કહેલ છે. તેમાં જિનમંદિર સર્વના આધારરૂપ છે કે જ્યાં જિનો અને શ્રુતધર સંઘને પ્રતિબોધ આપતા રહી શકે. જો તમારું સામર્થ્ય હોય, તો વિધિપૂર્વક તે . જિનમંદિર કરાવો કે જેના પ્રભાવથી ઘણા ભવ્યજનો સદ્ગતિને પ્રાપ્ત કરી શકે.”
એ પ્રમાણે ગુરુનું વચન સાંભળતાં ચતુરશિરોમણિ અને ચંદ્ર સમાન ઉજ્જવળ યશવાળો આમ રાજા કહેવા લાગ્યો કે 'હે ભગવન્! જયાં આપની દેશનાના કિરણો પ્રકાશી રહ્યાં છે, તે જ પૃથ્વી, દેશ, નગર, ભવન, તિથિ, માસ, ઋતુ અને વરસ ધન્ય છે.' એમ કહીને રાજાએ જિનમંદિર માટે ભૂમિલક્ષણને જાણતા તથા ભંડારના અધ્યક્ષ પુરુષોને આદેશ કર્યો, એટલે વિશ્વકર્મા સમાન બાહોશ કારીગરોએ ત્યાં સુકૃતના ઓરછવ અને મહાવિભૂતિપૂર્વક જિનમંદિરનો પ્રારંભ કર્યો. એમ કેટલાક દિવસે સર્વ લોકોના પ્રમોદની સાથે એકસો હાથ ઉંચું જિનમંદિર તૈયાર થયું, ત્યારે રાજાએ અઢાર ભાર પ્રમાણ શુદ્ધ સુવર્ણની, ઉપમા વિનાની, ભારે પુણ્યવંત જનોને પ્રાપ્ત તથા ધાર્મિક પુરુષોના મનમાં રમતી એવી શ્રી વર્ધમાન સ્વામીની પ્રતિમા કરાવી. પછી પોતાના પરમ પદને સ્થાપવાને ઇચ્છતા એવા શ્રી બપ્પભક્ટિ મુનિશ્વરે તેની પ્રતિષ્ઠા કરી, તથા રાજાએ ગોપગિરિ પર લેપ્યમય બિંબયુક્ત અને ત્રેવીશ હાથ પ્રમાણવાળું શ્રી વીર પ્રભુનું મંદિર કરાવ્યું અને ત્યાં સવા લાખ સોનામહોર ખરચીને એક મંડપ કરાવ્યો, તે જાણે પોતાનું રાજ્ય હોય તેમ મgવારણ (મદોન્મત્ત હાથી અથવા ગઢ) યુક્ત કરાવ્યું.
એ પ્રમાણે રાજા વડે સન્માન પામેલા, છત્ર-ચામરોથી શોભતા, રાજહસ્તીપર આરુઢ થઈને જતા, મુખ્ય