________________
શ્રી પ્રભાવક ચરિત્ર
સાંભળો અને સાક્ષાત્ તેનો અભ્યાસ કરો. એ ચરિત્ર યાવચંદ્રદિવાકરૌ જયવંત રહો.
શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લૈંતો, શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરના હાથે શોધાયેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી હરિભદ્રસૂરિન ચરિત્રરૂપ આ નવમું શિખર થયું.
હે પ્રદ્યુમ્ન બ્રહ્મચારી ! તમે પુરુષોને વિષે ઉત્તમ હોવાથી પુરુષોત્તમ (કૃષ્ણ) છો, તમે આચાર્ય હોવાથી પરમેષ્ઠી છો, તમે પંડિત હોવાથી ગિરીશ (શંકર) છો, તમે ગચ્છના નાયક હોવાથી ગણનાથ (ગણપતિ) છો, તમે વિબુધોના સ્વામી હોવાથી વિબુધપતિ (ઇંદ્ર) છો અને તમે નિર્મળ મનના હોવાથી સુમનસ (દેવ) છો, શું તમે તપન-સૂર્ય નથી, અર્થાત્ કર્મપંકને શોષવામાં શું તમે સૂર્યસમાન નથી ? તે ઉપમાથી પણ આપ અલંકૃત જ છો.
172