________________
128
શ્રી પ્રભાવક ચરિત્ર
કરતા પારલેપને ઇચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા એ આચાર્યને જણાવ્યું ત્યાં તેના શિષ્ય ઘાસ જેવા વર્ણનના રત્નમય પાત્રમાં સિદ્ધ રસ લાવીને શ્રી પાદલિપ્ત ગુર આગળ ધર્યો.'
એટલે ગુરુ બોલ્યા – “રસસિદ્ધ એવા (આણે) નાગાર્જુને મને આપવા માટે રસ બનાવ્યો ! અહો ! તેનાં અંતરમાં મારા પ્રત્યે કેટલો બધો સ્નેહ છે.' એમ કહેતાં તે જરા હસ્યા. પછી તે પાત્ર હાથમાં લઈ ભીંતે પછાડી તેમણે ભાંગીને ભૂકો કરી નાખ્યો. તે જોતાં આવેલ પુરુષ મુખ વાંકું કરીને ખેદ પામ્યો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે – “હે ભદ્ર ! તું ખેદ ન પામ. તને શ્રાવક પાસેથી સારું ભોજન અપાવીશ; એમ કહી સન્માન પૂર્વક તેને ભોજન અપાવ્યું. પછી તે જવા લાગ્યો, ત્યારે ગુરુએ તે રસવાદીને એક કાચપાત્ર મૂત્રથી ભરીને આપ્યું. તેથી તે શિષ્ય વિચારવા લાગ્યો કે - “મારો ગુરુ ખરેખર મૂર્ખ લાગે છે કે આની સાથે સ્નેહ કરવા ઇચ્છે છે.’ એમ ચિંતવતો તે પોતાના ગુરુ પાસે આવ્યો ત્યાં આવી અત્યંત વિસ્મયપૂર્વક સત્ય વૃત્તાંત નિવેદન કરતાં તેણે જણાવ્યું કે – “આપની સાથે તેની અદ્ભુત મૈત્રી છે.’ એમ કહેતાં તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને અર્પણ કર્યું. એટલે તેનું મોઢું ઉઘાડીને તે જેટલામાં પોતાની દૃષ્ટિ આગળ તેણે ધર્યું, તેવામાં તેને ક્ષાર મૂત્રની દુર્ગધ આવી. તેથી તે સમજયો કે – “અહો ! એની નિર્લોભતા કે મૂઢતા ઠીક લાગે છે.’ એમ ધારી વિષાદ પામતા નાગાર્જુને પણ તે પાત્ર પત્થરપર ભાંગી નાખ્યું. એવામાં ભોજન પકાવવા માટે દૈવયોગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યો કારણ કે સિદ્ધ પુરુષને પણ સુધા સહન કરવી દુર્લભ છે. એવામાં અગ્નિનો યોગ થતાં મૂત્રથી તે પત્થર સુવર્ણ બની ગયો, એટલે એ સુવર્ણસિદ્ધિ જોતાં તે શિષ્ય અંતરમાં ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેણે પોતાના સિદ્ધગુરુને જણાવ્યું કે તે આચાર્ય પાસે અદ્દભુત સિદ્ધિ છે, કે જેના મલમૂત્રાદિનો સંગ થતાં પત્થર પણ સુવર્ણરૂપ થાય છે.'
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ નાગાર્જુન મનમાં અતિશય આશ્ચર્ય પામતાં ચિંતવવા લાગ્યો કે – ‘સદા દરિદ્રતામાં રહેતાં મારી સિદ્ધિ શું માત્ર છે? ચિત્રાવેલી કયાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) કયાં ? શાકંભરી (દુર્ગા) નું લવણ કયાં અને વજકંદ કયાં? દૂર દેશમાં રહેતાં અને ઔષધો એકત્ર કરતાં સર્વદા ભિક્ષાના ભોજનથી મારો દેહ પણ પ્લાન થઈ ગયો છે, અને એ આચાર્ય તો બાલ્યાવસ્થાથી માંડીને લોકોમાં પૂજાય છે અને આકાશગામિની વિદ્યાથી સાધ્યને સાધતાં તે સદા સુખી છે; વળી જેના દેહમાં રહેલા મલમૂત્રાદિક, માટી અને પત્થર વિગેરે દ્રવ્યોના યોગે સુવર્ણ સાધે છે, તેની શી વાત કરવી ?' એમ ધારી - પોતાના રસ–ઉપકરણ મૂકીને નાગાર્જુન પાદલિપ્ત ગુરુ પાસે ગયો અને મદરહિત બની, વિનયથી મસ્તક નમાવી પ્રણામ કરીને તે કહેવા લાગ્યો કે – “હે નાથ ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપને જોવાથી મારો સિદ્ધિનો તે ગર્વ સર્વથા ગળી ગયો છે. માટે સદાએ હું આપના ચરણ કમળમાં સંલગ્ન થવા ઇચ્છું છું. મિષ્ટાન્ન પ્રાપ્ત થતાં તુચ્છ ભોજન કોને ભાવે ?'
પછી પ્રશાંત બુદ્ધિથી નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિની, ચરણક્ષાલનાદિકથી નિરંતર દેહશુશ્રુષા કરવા. લાગ્યો. એવામાં મુનિઓ જયારે અન્યત્ર વિહાર કરી ગયા, ત્યારે સૂરિ પૂર્વે કહેલ પંચ તીર્થો પર આકાશમાર્ગે જઈ, ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં નિયમપૂર્વક તે પાછા આવ્યા, કારણ કે કળિયુગમાં તે વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થવંદન કરીને આવ્યા, ત્યારે ઔષધોને જાણવાની ઇચ્છાથી નિર્વિકાર નાગાર્જુને તેમના ચરણનું પ્રક્ષાલન કર્યું. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં અને સ્પર્શ કરતાં તેણે પોતાના બુદ્ધિ