________________
શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર
ત્યારે સૂરિમહારાજના ચરણે શિર નમાવી, નિશ્ચય કરીને તેમણે કહ્યું કે – “હે પ્રભો ! એ આપનું વચન મારે કબુલ છે.' કારણકે વિનંત શિષ્યોની એવી જ સ્થિતિ હોય છે. | પછી શ્રી ભદ્રગુપ્તસૂરિ કાલધર્મને પામ્યા. એટલે આર્યરક્ષિત શ્રીવાજસૂરિ પાસે અભ્યાસ કરવા ચાલ્યા; એવામાં અહીં વજસ્વામીએ સ્વપ્ન જોયું અને પોતાના શિષ્યોને તેમણે જણાવ્યું કે - “આજે પાયસથી સંપૂર્ણ ભરેલ પાત્રથી મેં આવેલ અતિથિને પારણું કરાવ્યું, એટલે તેમાં અલ્પમાત્ર શેષ રહ્યું, તો એ સ્વપ્નનો વિચાર કરતાં મને લાગે છે કે – આજે કોઈ પ્રાજ્ઞ અતિથિ મારી પાસે આવીને સમગ્ર શ્રત ગ્રહણ કરશે જેથી અલ્પમાત્ર બાકી રહેશે.'
એ પ્રમાણે વજસ્વામી બોલતા હતા, તેવામાં આર્યરક્ષિત ત્યાં આવ્યા; કારણકે મહાપુરુષે જોયેલ સ્વપ્ન અવશ્ય સત્ર ફળદાયક થાય છે. ત્યાં અપૂર્વ અતિથિને જોઈ સ્વાગત કરવાની ઇચ્છાથી ઉભા થઈને વજસૂરિએ નમસ્કાર કરતા આર્યરક્ષિતને કહ્યું કે – “હે ભદ્ર ! તમે ક્યાંથી આવો છો ?'
ત્યારે આર્યરક્ષિત બોલ્યા – “હે પ્રભો ! હું શ્રીમાનું તોસલિપુત્ર આચાર્ય પાસેથી આવું છું.'
એમ સાંભળતાં વજસૂરિ બોલ્યા – “શું તમે આર્યરક્ષિત છો ? શેષ પૂર્વનો અભ્યાસ કરવા અહીં અમારી પાસે આવ્યા છો ? પણ પાત્ર સંથારો વિગેરે તમારા ઉપકરણો કયાં ? તે લઈ આવો, આજે તમે અમારા અતિથિ થયા છો, તેથી ગોચરી. વહોરવા ન જશો, અહીં જ આહાર પાણી કરીને તમે અધ્યયન શરૂ કરો.”
એટલે આર્યરક્ષિત કહેવા લાગ્યા – “મેં અલગ ઉપાશ્રય માંગી લીધેલ છે. તો આહારપાણી અને શયન ત્યાં જ કરીશ અને આપની પાસે અભ્યાસ ચલાવીશ.'
ત્યારે વજસ્વામી બોલ્યા -- “અલગ રહેનારથી અભ્યાસ કેમ થઈ શકે ?’ એટલે આર્યરક્ષિત મુનિએ શ્રીભદ્રગુપ્ત ગુરુએ કહેલ વચન કહી સંભળાવ્યું, ત્યારે “અહો ! એમ છે?' એમ બોલતાં વજસ્વામીએ શ્રુતમાં ઉપયોગ મૂક્યો. પછી તેમણે જણાવ્યું કે - “મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરુના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બોલ્યા છે. માટે હવે એમ જ થાઓ.”
પછી વજસૂરિ તેમને પૂર્વનો અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દશમા પૂર્વનો અર્ધભાગ તેમણે શરૂ કર્યો, એ ગ્રંથમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દોના જવિક હતા. તેમાં ચોવીશ જવિકનો તેમણે અભ્યાસ કરી લીધો, પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગ્યો.
હવે અહીં આર્યરક્ષિત મુનિની માતા રૂદ્રસોમા વિચારવા લાગી કે – “અહો ! વિચાર કર્યા વિના કામ કરવા જતાં મને પોતાને જ તેના પરિણામે પરિતાપરૂપ ફળ મળ્યું. હૃદયને આનંદ આપનાર, ધીમાનું, તથા શીલ વડે શીતલ એવા આર્યરક્ષિત સમાન પુત્રને મંદબુદ્ધિવાળી મેં હાથે કરીને મોકલી દીધો. આ તો ઉદ્યોતની ઇચ્છા કરતાં મને અંધકારની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય જેવું થયું, માટે તેને બોલાવવા માટે હવે ફલ્યુરક્ષિતને મોકલું.’ એમ ધારીને તેણે સરલ એવા સોમદેવ પુરોહિતને પૂછયું ત્યારે તે બોલ્યો કે - “હે ભદ્ર ! તારું કરેલ મારે પ્રમાણ છે. માટે તેને યોગ્ય લાગે, તેમ કર.'
પછી તેણે પોતાના બીજા પુત્રને મોકલતાં ભલામણ કરી કે – “હે વત્સ ! તું તારા ભાઈ પાસે જા અને