________________
શ્રી વજસ્વામી ચરિત્ર
89.
મહાપુરી કે જયાં બૌદ્ધ ધર્માનુયાયી રાજા અને લોકો વસતા હતા, ત્યાં બધા આવી પહોંચ્યા, એટલે સુકાળ અને રાજયના સુખથી શ્રી સંઘ ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યો.
એવામાં સર્વ પર્વોમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ પર્વના દિવસો આવ્યા. ત્યારે રાજાએ પ્રતિકૂળ થઈને પુષ્પોનો નિષેધ કર્યો એટલે જિનપૂજાની ચિંતામાં આકુળ વ્યાકુળ થઈને શ્રી સંઘે વજસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી સુજ્ઞશિરોમણિ અને ઉજવળ કીર્તિધારી એવા શ્રી વજસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરી નગરીમાં આવ્યા. ત્યાં તેમના પિતાનો મિત્ર એક ગુણજ્ઞ માળી બગીચામાં હતો. તે બકુલસિંહ નામના આરામિક શ્રી વજસ્વામીને જોઈ, વંદન કરીને કહેવા લાગ્યો‘હે નાથ ! મને કંઈક કાર્ય ફરમાવો.'
ત્યારે ગુરુ બોલ્યા- હે આર્ય ! સુંદર પુષ્પોનું મારે કામ છે, તે કરી આપો.'
એટલે માળીએ કહ્યું – ‘તમે પાછા ફરો, ત્યારે લેતા જજો.” એમ સાંભળી વજસૂરિ ત્યાંથી લઘુ હિમવંત પર્વત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભરૂપ આશિષથી તેને આનંદ પમાડીને તેમણે પોતાનું કાર્ય જણાવ્યું. એટલે લક્ષ્મીદેવીએ પોતાના હાથમાં રહેલ સહસ્ત્રપત્રકમળ જિનપૂજાને માટે તેમને અર્પણ કર્યું. તે લઈને વજસ્વામી પિતાના મિત્ર પાસે આવ્યા. તેણે વીશ લાખ પુષ્પો તેમને અર્પણ કર્યા. તે બધાં વૈક્રિય વિમાનમાં લઈને સૂરિ પોતાના નગરમાં આવ્યા. ત્યાં જંભક દેવતાઓએ આકાશમાં રહીને સંગીત–મહોત્સવ કર્યો, એટલે દિવ્ય વાજિંત્રો વાગતાં આકાશ એક શબ્દમય થઈ ગયું. એવામાં ઓચ્છવ કરતાં દેવોને પોતાની ઉપર આવતા જોઈને બૌદ્ધ લોકો ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે—“અહો ! આપણા ધર્મનો મહિમા તો જુઓ, કે દેવતાઓ આવે છે.' ત્યાં તો દેવો તેમના દેખતાં જિનમંદિરમાં ચાલ્યા ગયા.
પછી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને શ્રાવકો બધા પરમ પ્રમોદ પામ્યા અને પર્યુષણ પર્વના દિવસે શ્રીગુરુ મહારાજ પાસે તેમણે ધર્મોપદેશ સાંભળ્યો. આ ચમત્કાર જોઈ રાજા સંતુષ્ટ થઈને ગુરુ મહારાજ પાસે આવ્યો. એટલે વજસૂરિએ તેને પ્રતિબોધ પમાડ્યો, જેથી બૌદ્ધ લોકોના મોંઢા પડી ગયા.
હવે એકવાર સ્વામી વિચરતા વિચરતા દક્ષિણદિશામાં ગયા. ત્યાં કોઈ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુક્ત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યો. તે વખતે શ્લેષ્મરોગને દૂર કરવા માટે તેઓ સુંઠનો કટકો લાવ્યા અને વાપરતાં બાકી રહેલ તે સુંઠનો કટકો તેમણે પોતાના કાન પર મૂકી દીધો. પછી સંધ્યાકાળે પડિલેહણ કરતાં મુહપત્તીથી કાનના પડિલેહણમાં તે નીચે પડ્યો. તે જોતાં તેમણે વિચાર કર્યો કે–અહો ! મને વિસ્મૃતિનો ઉદય થયો, તેથી હવે આયુષ્ય ક્ષીણ થઈ ગયેલ લાગે છે. વળી પૂર્વના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ પ્રાપ્ત થશે.” પછી વજસ્વામીએ ગચ્છની સંભાળ માટે વજસેન મુનિને આદેશ કરીને કોંકણ મોકલ્યા. એટલે પોતાના મન સમાન મનોહર એવા કોંકણ દેશ તરફ તે હળવે હળવે ચાલ્યા. ત્યાં દુષ્કાળને લીધે ભિક્ષા ન પામતા સાધુઓને તેમણે વિદ્યાપિંડથી ભોજન કરાવીને કહ્યું કે “બાર વરસ સુધી નિરંતર એ વિદ્યાપિંડનું ભોજન કરવું પડશે. માટે અનશન કરવા લાયક છે.’ એમ સાંભળતાં મુનિઓ તેમનો મનોભાવ જાણીને ત્યાં રહેવા લાગ્યા.
"હવે શ્રી વજસ્વામી સાધુઓ સહિત કોઈ પર્વત પર ચાલ્યા. ત્યાં માર્ગે જતાં એક ગામમાં તેમને એક શિષ્ય મળ્યો. વજસ્વામીના અનશનનો વૃત્તાંત જાણવામાં આવતાં તે પરમ વૈરાગ્ય પામ્યો. અને ચિંતવવા
૧. આ વૃત્તાંત શ્રી આવશ્યકસૂત્રની શ્રીમલયગિરિવૃત્તિમાં બાલમુનિના નામે વર્ણવ્યો છે. તેમાં થોડો કથાભેદ પણ છે.