________________
72
આમાં માઘ સુદ ૧૪ નિ અને રોહિણીમાં દીક્ષા અપાયાનો સ્પષ્ટ એકરાર છે; પણ એક-બે વાત આમાં પણ વિચારણીય છે. પ્રબન્ધકારે પાર્શ્વનાથના મંદિરમાં દીક્ષા આપ્યાની વાત લખી છે જ્યારે એ ચરિત્રકાર ‘મહાવીર’ના મંદિરમાં દીક્ષા અપાયાનો ઉલ્લેખ કરે છે. આ એક મતભેદ છે.
બીજું આમાં તે દિવસે તેરમો રવિયોગ હોવાનું લખ્યું તે પણ સંભવિત નથી, કેમકે જો સૂર્ય તે સમયમાં મૂળ નક્ષત્રમાં હોય તો જ ચન્દ્ર રોહિણી ઉપર હોવાથી તેરમો રવિયોગ બની શકે, પણ તેમ હોઈ શકે નહિ, મૂળનો સૂર્ય પોષમાં હોય, માઘસુદિમાં નહિ, વળી ધનાર્કમાં શુભ કાર્ય કરવાનો પણ નિષેધ છે. માટે તે દિવસે સૂર્ય મૂળનો નહોતો પણ સંભવ પ્રમાણે ધનિષ્ઠાનો હતો તેથી તેરમો તો નહિ પણ નવમો રવિયોગ તે દહાડે થતો હતો.
ચરિત્રમાં ગ્રહવ્યવસ્થા તો નથી જણાવી, પણ તે લગ્નમાં ૭ ગ્રહ બળવાન્ હતા એમ જણાવ્યું છે. પ્રબન્ધકારના લેખ પ્રમાણે ચન્દ્ર અને ગુરુ વૃષના અને સૂર્ય મંગળ કુંભના હતા તેથી બીજા ગ્રહનો વિચાર કરવો રહ્યો.
શ્રી પ્રભાવકચરિત્ર
સ્થૂલગણના પ્રમાણે તે વખતે શિન મીનનો હતો અને રાહુ કેતુ તુલા અને મેષના બુધ તે સમયે મીન રાશિનો હોવાનો વિશેષ સંભવ છે અને શુક્ર મકરનો. આ બધા ગ્રહોની વ્યવસ્થા પ્રમાણે મુનિ સોમચન્દ્રની દીક્ષા-લગ્નકુંડલી નીચે પ્રમાણે બને છે. –
૪
૩
૫
૭૨.
૨
ગુ.ચ.
८
૧ કે.
૧૧
સૂ.મં.
૯
૧૨
શ.બુ.
૧૦ શુ
પ્રબન્ધના ૩૫ અને ૩૬ મા શ્લોકનો સંબન્ધ બેસતો નથી. એમ લાગે છે કે આ બે શ્લોકો વચ્ચેનો કેટલોક પાઠ ત્રુટિત છે.
સોમચન્દ્રે દીક્ષા લીધા પછી વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કરીને વિશેષ બુદ્ધિવિકાસ નિમિત્તે કાશ્મીર જઈ સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવાનો વિચાર કર્યો અને એ નિમિત્તે તેમણે ખંભાતથી પ્રસ્થાન કરીને ‘રૈવતાવતાર” નામક તીર્થરૂપ નેમિચૈત્યમાં આવીને મુકામ કર્યું. પણ તે જ રાત્રે સરસ્વતીએ આવીને તેમના પ્રત્યે પોતાની પ્રસન્નતા પ્રકટ કરીને કાશ્મીર જવાનો પરિશ્રમ બંધ રખાવ્યો.
વિ.સં. ૧૧૬૬ માં સોમચન્દ્ર મુનિને વૈશાખની તૃતીયાને દિને મધ્યાહ્નમાં આચાર્યપદ અપાણું, આ કાર્ય માટે વિદ્વાનોએ જે લગ્ન પસંદ કર્યું હતું તેની લગ્નકુંડલી નીચે પ્રમાણે બને છે :–