________________
શ્રી પ્રભાવકચરિત્ર
૧ અનેકાર્થશેષ ૨ અભિધાન ચિન્તામણિ, ૩ ઉણાદિ સૂત્ર વૃત્તિ, ૪ ઉણાદિસૂત્રવિવરણ ૫ ધાતુપાઠ અને વૃત્તિ, ૬ ધાતુપારાયણ અને વૃત્તિ, ૭ ધાતુમાલા, ૮ નિઘંટુ શેષ, ૯ બલાબલસૂત્રવૃત્તિ, ૧૦ શેષ સંગ્રહ નામમાલા, ૧૧ શેષ સંગ્રહ નામમાલા સારોદ્ધાર, ૧૨ લિંગાનુશાસનવૃત્તિ અને વિવરણ, ૧૩ પરિશિષ્ટ પર્વ, ૧૪ હેમવાદાનુશાસન ૧૫ હેમન્યાયાર્થ મંજૂષા, ૧૬ મહાવીર હાર્નિંશિકા અને વીર દ્વાત્રિશિકા એ ઉપરાન્ત પાંડવ ચરિત્ર, જાતિવ્યાવૃત્તિન્યાય, ઉપદેશમાલા અન્યદર્શનવાદ વિવાદ, ગણપાઠ આદિ અનેક ગ્રન્થો હેમચન્દ્રકૃત ગણાય છે પણ તે એમના જ કરેલા છે કે અન્યના તે નિશ્ચિત નથી.
પ્રબન્ધના અન્તમાં કુમારપાલે સંઘ કાઢીને હેમચન્દ્રની સાથે શત્રુંજયની યાત્રા કરી તેનું સંક્ષિપ્ત વિવરણ છે. તેમાં વલભીની પાસેના સ્થા૫ અને ઈલુ (ઇસાવલ)ની ટેકરીઓની નીચે જ્યાં હેમચન્દ્ર પ્રભાતની આવશ્યક ક્રિયા કરી હતી અને કુમારપાલે તેમને વજન કર્યું હતું ત્યાં તેણે બે દહેરાં કરાવીને તેમાં હેમચન્દ્રના હાથે ઋષભદેવ અને પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. આ યાત્રા વિવરણની સાથે પ્રબન્ધ સમાપ્ત થાય છે. આથી જણાય છે કે રાજા અને આચાર્યની આ છેલ્લી તીર્થયાત્રા હશે.
સં. ૧૨૨૯ માં આચાર્ય હેમચન્ને ૮૪ વર્ષની અવસ્થામાં પાટણમાં સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો હતો.
હેમચન્દ્રનો પ્રબન્ધ પ્રભાવક ચરિત્રનો છેલ્લો અને સર્વથી મોટો પ્રબન્ધ છે, આમાં હેમચન્દ્ર, સિદ્ધરાજ, કુમારપાલ, મંત્રી ઉદયન અને એના પુત્રો વાલ્મટ અને અંડનું સંક્ષિપ્ત વર્ણન તો છે જ; પણ એ સિવાય બીજા પણ શ્રીપાલ, દેવબોધ પ્રમુખ અનેક વિદ્વાનો અને અર્ણોરાજ, વિક્રમસિંહ, મલ્લિકાર્જુન, નવઘણ, ખેંગાર વિગેરે રાજાઓ સંબંધી થોડા ઘણા ઉલ્લેખો થયા છે જે ઇતિહાસમાં ઘણા ઉપયોગી થઈ પડે તેવા છે.
અન્ય અર્વાચીન કુમારપાલ પ્રબન્ધોમાં (વર્ણિત) કુમારપાળના સમયમાં દેવબોધિ નામના વિદ્વાનનું આવવું અને કુમારપાલને જૈન ધર્મથી ડગાવવા માટે બતાવેલ ચમત્કારોનું વર્ણન અને તેની સામે હેમચન્દ્ર બતાવેલ ચમત્કારોનો આમાં ઉલ્લેખ નથી, પણ દેવબોધિ વિદ્વાન સિદ્ધરાજના સમયમાં ત્યાં આવ્યા અને રહ્યાનો ઉલ્લેખ છે. કુમારપાલની કુલદેવીએ બલિ ન આપવા બદલ તેને કરેલી પીડા અને હેમચન્દ્ર દેવીને આપેલી સજા વિષે પણ આમાં કંઈ ઉલ્લેખ નથી. ઉલટું એ સંબન્ધમાં એમ જણાવ્યું છે કે ચૈત્ર આસો અને માઘ મહિનાના ઉત્સવોમાં હિંસા રોકી રુધિરના કર્દમો થતા અટકાવવાથી દેવગણ હર્ષ પામ્યો. પ્રબન્ધમાં છોટી છોટી દરેક બનેલી વાતોના ઉલ્લેખો કર્યા છે. જયારે ઉપર્યુક્ત વાતોનો ઇશારો પણ કર્યો નથી એથી જણાય છે કે જે જે વાતો બનેલી છે તેનું જ આ પ્રબન્ધમાં વર્ણન છે અને જે વાતો પાછળથી પ્રસિદ્ધ થઈ છે તે આમાં નથી.
પ્રબન્ધમાં હેમચન્દ્ર, એમના ગુરુ દેવચન્દ્ર અને દેવીન્દ્રના ગુરુ પ્રદ્યુમ્નસૂરિનો નામોલ્લેખ છે, અને એમનો ગચ્છ ‘ચન્દ્રગચ્છ' હોવાનું લખ્યું છે અને હેમચન્દ્રના પટ્ટધર તરીકે રામચન્દ્રસૂરિને જણાવ્યા છે. ખરું જોતાં ‘ચન્દ્ર’ એ ગચ્છ નહિ પણ ‘કુલ' હતું. જે ગણ અથવા ગચ્છનું એ કુલ હતું તે ગણનું નામ ‘કોટિકગણ’ હતું અને એ જ કારણથી અમોએ હેમચન્દ્રના ગુર દેવચન્દ્રસૂરિને કોટિકગણના આચાર્ય કહ્યા છે.
પણ હેમચન્દ્ર પોતે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રની પ્રશસ્તિમાં પોતાના ગચ્છને “પૂર્ણતલ ગચ્છ” એ નામથી ઓળખાવે છે. આ ઉપરથી હેમચન્દ્રસૂરિનો ગચ્છ કોટિક કે પૂર્ણતલ્લ? આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એનું સમાધાન એ છે કે કોટિકગણ’ એ પ્રાચીન અને ભૂલ ગચ્છ છે, આ મૂલ ગચ્છમાંથી કાલાન્તરે અનેક અવાન્તર