________________
શ્રી હેમચન્દ્રસૂરિ
79
ગચ્છો ઉત્પન્ન થઈને જુદા જુદા નામોથી પ્રસિદ્ધ થયા છે. તેમાંનો જ હેમચન્દ્રસૂરિનો પૂર્ણતલ્લ ગચ્છ પણ એક અવાન્તર ગચ્છ છે. - કુમારપાલ ચરિત્ર મહાકાવ્ય અને બીજા ગ્રન્થો ઉપરથી હેમચન્દ્રની ગુરુ પરમ્પરા નીચે મુજબ જાણવામાં આવી છે –
કોટિગણ-વશ્વશાખા
શ્રી દત્તસૂરિ
યશોભદ્રસૂરિ
પ્રદ્યુમ્નસૂરિ
ગુણસેનસૂરિ
દેવચન્દ્રસૂરિ
હેમચન્દ્રસૂરિ
રામચન્દ્રસૂરિ મુનિ સોમચન્દ્રના કાશ્મીર ગમન પ્રસંગે પ્રબન્ધમાં જણાવ્યું છે કે “સોમચન્દ્ર ખંભાતથી પ્રસ્થાન કરીને તેઓ રેવતાવતાર નામના નેમિ ચૈત્યમાં ઠર્યા', આ “રેવતાવતાર તીર્થ” નો પાછલા લેખકોએ ‘ગિરનાર તીર્થ એવો અર્થ લીધો અને સોમચન્દ્રને ગિરનાર સુધી પહોંચાડ્યા છે અને ત્યાં પદ્મિની સ્ત્રીના સાંનિધ્યમાં મંત્રારાધન કર્યાનું વર્ણન કર્યું છે, આ એક ગેરસમજ છે, ખરી વાત તો એ જ છે કે “રવતાવતાર' નામનું નેમિ ચૈત્ય ખંભાતની પાસે હતું, જેમાં ખંભાતથી વિહાર કરીને સોમચન્દ્ર પહેલું મુકામ કર્યું હતું અને રાત્રિ સમયે ધ્યાનમાં સરસ્વતીનો સાક્ષાત્કાર થયો હતો.
આ પ્રબન્ધમાં બીજી પણ અનેક વાતો વિચારણીય છે અને તે ઉપર લખવાની આવશ્યકતા પણ છે; છતાં સમયાભાવથી આની કે બીજા પ્રબન્યોની પ્રત્યેક વાતોની આ પર્યાલોચનામાં ચર્ચા કરી નથી.
મુ કવરાડા, (મારવાડ) ) તા. ૧૧-૮-૧૯૩૧
મુનિ કલ્યાણ વિજ્ય