________________
શ્રી પ્રભાવક ચરિત્ર
શ્રીપ્રભાચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલું
શ્રી પ્રભાવક ચરિત્ર
સમસ્ત શાસનની ઉન્નતિ કરનાર એવા અહત્તત્વ (અરિંહતપણા) ની અમે સ્તુતિ કરીએ છીએ કે જેના પ્રસાદથી પૂર્વે ઘણા મહર્ષિઓ મોક્ષ-પદને પામ્યા.
સર્વ મંગલના વિકાસી, વૃષભ-ચિન્હ (લક્ષણ) ને ધારણ કરનાર, મન્મથને જીતનાર, ગણ (સાધુ સમુદાય) ના સ્વામી તથા શંભુ (સુખ કરનાર) એવા શ્રી આદીનાથ તમને પાવન કરો. | હરિણના લંછનયુક્ત, સાંસારિક ભોગસંપત્તિથી રહિત, લોકોના ત્રિવિધ તાપને હરનાર તથા અચલ સ્થિતિયુક્ત એવા મહાબલિષ્ઠ શ્રી શાંતિનાથ ભગવાન તમારું રક્ષણ કરો. ચંદ્રમા પણ મૃગલાંછન યુક્ત છતાં નમો નથી એટલે આકાશમાં શોભા યુક્ત હોય છે. વળી તે લોકના સંતાપને ટાળનાર હોય છે, છતાં તેની સ્થિતિ ધ્રુવ (નિશ્ચળ) હોતી નથી અને શાંતિપ્રભુ તો નિશ્ચળ સ્થિતિવાળા છે, એ જ આશ્ચર્ય છે.
દશ અવતાર (ભવ) કરનાર, સુંદર અંજન સમાન કાંતિવાળા અમારું રક્ષણ કરો. શું તે લક્ષ્મીપતિ? કે પ્રદીપ ? ના એ તો શ્રી પાર્શ્વનાથ ભગવંત સમજવા. કારણ કે કૃષ્ણ દશ દશાર્ણયુક્ત હતા અને કાજળ સમાન રમણીય કાંતિવાળા પણ હતા. તેમ દીપક પણ દશા-વાયુક્ત અને અંજનયુક્ત હોય છે. માટે સમાનતા ઘટિત છે.
જેમની વાણીરૂપ ગોવ્રજ ભવ્યોરૂપ ગોચરમાં ચરી–સંચરી કલ્યાણરૂપ અમૃત દૂધથી પાત્રને ભરી દે છે એવા ગોપતિ (ગોવાળ) રૂપ શ્રી વર્ધમાનસ્વામી તમારું રક્ષણ કરો.
ચૌદ પૂર્વ અને દ્વાદશાંગીથી પ્રમોદ પમાડનાર વિબુધ કે દેવોને પૂજનીય અને બહુ પાદ-ચરણના ઉદયયુક્ત એવી વાણીની જેમણે રચના કરી, તે શ્રી ગૌતમ સ્વામીને હું સ્તવું છું.
જેમના પ્રસાદથી સત્પદો અને અર્થ (ધન)ની સંપત્તિ પ્રાપ્ત થાય છે, તે જીવને સંજીવની ઔષધિરૂપ એવી ભારતી અને લક્ષ્મીને હું નમસ્કાર કરું છું.
૧-શંકરના પક્ષમાં વૃષભના ચિયુક્ત, કામદેવને બાળી નાંખનાર તથા ગણના સ્વામી.