________________
શ્રી પ્રભાવક ચરિત્ર
સિદ્ધરાજ ગિરનાર ગયો, ગિરનારના પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર સોરઠના સુબા સજ્જનમંત્રીએ કરાવ્યો હતો અને તેમાં ૨૭00000 સત્તાવીશ લાખ દ્રમ્મ જેટલું રાજાના ખજાનાનું ધન ખચ્યું હતું. જે રાજાએ માફ કરીને સજ્જનને પોતાના ધનને સુકૃતમાં ખર્ચવા બદલ ધન્યવાદ આપ્યો.
ગિરનારથી ઉતરીને રાજા સોમેશ્વરપત્તને ગયો. અને ત્યાં અનેક મોટાં દાન કરી કોડિનારમાં અખાદેવીના દર્શનાર્થે ગયો, અહીંયા આચાર્ય હેમચન્દ્ર ૩ ઉપવાસ કરીને અમ્બાને પ્રત્યક્ષ કરી રાજાના ઉત્તરાધિકારીના સબન્ધમાં પૂછ્યું, જે ઉપરથી તેમને ઉત્તર મળ્યો કે “સિદ્ધરાજને પુત્ર થશે નહિ પણ એના પિતરાઈ ભાઈ દેવપ્રસાદનો પૌત્ર અને ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ સિદ્ધરાજનો ઉત્તરાધિકાર ભોગવશે,’ સિદ્ધરાજે આ દિવ્યાદેશની પ્રશ્ન અને જયોતિષને આધારે પરીક્ષા કરી અને તે સત્ય જ હોવાનો નિશ્ચય થયો. કુમારપાલ પોતાનો ઉત્તરાધિકારી થશે એમ જાણીને તેના ઉપર પ્રીતિ કરવાને બદલે સિદ્ધરાજે દ્વેષ ધારણ કર્યો. એટલું જ નહિ પણ તેનો વધ કરાવવા સુધીની હદે તે પહોંચ્યો. કુમારપાલને આ વાતની ખબર પડતાં જ તે ઘરથી ભાગી ગયો અને વેષ બદલીને છાનો રહેવા લાગ્યો. એક—બે વાર તો કુમારપાલ સિદ્ધરાજનો શિકાર થતો થતો એના હિતૈષીઓની સહાયતાથી બચી ગયો હતો. આ સંકટમાં આચાર્ય હેમચન્દ્ર એક વાર પાટણમાં કુમારપાલને પોતાના ઉપાશ્રયમાં સંતાડી રાખ્યો હતો અને એક વાર ખંભાતમાં શ્રાવક પાસેથી ૩૨ બત્રીશ દ્રમ્મ અપાવીને એની મદદ કરી હતી. કુમારપાલે પણ પોતાને સંકટમાં મદદ કરનાર દરેક વ્યક્તિની રાજયપ્રાપ્તિ પછી યોગ્ય કદર કરી હતી.
સં. ૧૧૯૯માં સિદ્ધરાજ જયસિંહ પરલોકવાસી થયો અને કુમારપાલ રાજગાદી ઉપર બેઠો. કુમારપાલે ગાદીએ બેસીને સપાદલક્ષ (અજમેરની આસપાસનો દેશ)ના રાજા અર્ણોરાજ (અજમેરના આના) ઉપર ૧૧ વાર ચઢાઈ કરી, પણ તેને સફળતા મળી નહિ. આથી તેણે પોતાના મંત્રી વાભટને પૂછયું કે “એવો કોઈ દેવ છે કે જેની માનતા કરીને જવાથી આપણી જીત થાય ?' ઉત્તરમાં વાલ્મટે પોતાના પિતા મંત્રી ઉદયને કરેલ શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધારના સંકલ્પ અને લડાઇમાં દેહાન્ત થતાં પહેલાં તે માટે કીર્તિપાલ દ્વારા પોતાને કહેવરાવેલ સંદેશનું વર્ણન કરીને કહ્યું કે પિતાનું ઋણ તો હું શત્રુંજયનો ઉદ્ધાર કરાવીશ ત્યારે ઉતરશે, પણ હમણાં મેં નગરમાં એક દેહરી કરાવી છે અને મારા મિત્રશ્રી છડુડૂક શેઠે તેમાં જ એક ખત્તક (ગોખલો) કરાવીને . તેમાં શ્રી અજિતનાથની પ્રતિમા આચાર્ય હેમચન્દ્રના હાથે પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપન કરી છે. તે પ્રતિમા ઘણી ચમત્કારિક છે, જો સ્વામી એ પ્રતિમાની માનતા કરીને પ્રયાણ કરે તો અવશ્ય સફળતા મળી શકે.
તે પછી કુમારપાલ તે મંદિરમાં ગયો અને મૂલનાયક પાર્શ્વનાથને નમસ્કાર કરી અજિતનાથના દર્શનાર્થે ગયો અને લડાઈની સફળતા માટે માનતા પ્રાર્થના કરી અને તે પછી રાજાએ ૧૨ મી વાર અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી. વચમાં ચન્દ્રાવતીના રાજા વિક્રમસિંહ રાજાને મારી નાખવા કાવતરું રચ્યું હતું પણ તેમાંથી તે બચી ગયો, આ વખતે તેણે લડાઈમાં અર્ણોરાજને જીત્યો ને તેનું નગર લુંટ્યું, છેવટે તેની આજીજીથી કુમારપાળે અર્ણોરાજને યોગ્ય શિક્ષા કરીને પાટણ તરફ પ્રયાણ કર્યું. વળતાં વિક્રમસિંહને કેદ કરીને ગાદી ઉપર તેના ભાઈ રામદેવના પુત્ર યશોધવલને સ્થાપન કર્યો અને તે પછી કુમારપાલે ઉત્સવ પૂર્વક પાટણમાં નગરપ્રવેશ કર્યો. આ પ્રસંગ વિક્રમ સંવત ૧૨૦૭ ની આસપાસ બનવા પામ્યો હતો. આ બનાવ પછી રાજા કુમારપાલે જૈનધર્મના ઉપદેશક ગુરુના સંબધમાં વાલ્મટને પ્રશ્ન કર્યો અને તેના ઉત્તરમાં મંત્રી બાહડે આચાર્ય હેમચન્દ્રનું