________________
74.
શ્રી પ્રભાવકચરિત્ર
બૃહદ્રવૃત્તિ, ધાતુપારાયણ, લિંગાનુશાસન આદિ સર્વ ઉપયોગી બાબતોથી સંપૂર્ણ કરીને આચાર્ય રાજાને અર્પણ કર્યું. રાજાએ દેશદેશાંતરથી ૩૦૦ લેખકો બોલાવીને ૩ વર્ષ સુધી તેની નકલો કરાવીને સર્વત્ર તેનો પ્રચાર કર્યો, આની ૨૦ પ્રતો કાશ્મીરના સરસ્વતી ભંડારમાં મોકલવામાં આવી. એ સિવાય, અંગ, વંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કોકન, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, કચ્છ, માલવત્સ, સિધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુરૂંડક, ગંગાપાર, હરિદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરૂક્ષેત્ર, કાન્યકુબ્ધ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, સિંહલ, મહાબોધ, ચૌડ અને માલવ, કૌશિક વિગેરે દેશોમાં આની લિખિત પ્રતો મોકલવામાં આવી, એટલું જ નહિ પણ એનો સક્રિય પ્રચાર કરવાનો પણ રાજાએ બંદોબસ્ત કર્યો. કાકલ નામના કાયસ્થ વિદ્વાનને આચાર્ય આ નવા વ્યાકરણના અધ્યાપક તરીકે મુકરર કરીને વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા, દર મહિને સુદિ ૫ ને દહાડે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી અને પાસ થનારને સુવર્ણના ભૂષણ વિગેરેના રાજાના તરફથી ઇનામ અપાતાં અને આ ગ્રન્થનો પૂરો અભ્યાસ કરીને પાઠશાળામાંથી નીકળનારાઓને રાજા તરફથી કીમતી ભૂષણ વસ્ત્રો ઉપરાંત પાલખી છત્ર આદિનાં લવાજમો અપાતાં હતાં. આ બધા કારણોથી આચાર્ય હેમચન્દ્રના નૂતન વ્યાકરણની પઠન પાઠન પદ્ધતિ સારી રીતે પ્રચલિત થઈ ગઈ.
આચાર્ય હેમચન્દ્ર પ્રતિ સિદ્ધરાજનું આવું સન્માન જોઈ બ્રાહ્મણોના મનમાં ઈર્ષા થતી. આથી તેઓ રાજાને બહેકાવવાના સાધનોની તપાસમાં રહેતા. એક વખત હેમચન્દ્રસૂરિ ચતુર્મુખ જિનાલયમાં નેમિચરિતનું વ્યાખ્યાન કરતા હતા. જેનું શ્રવણ કરવા અનેક અન્ય દર્શનિઓ પણ આવતા હતા, ત્યાં ‘પાંડવો શત્રુંજય ઉપર જઈને સિદ્ધ થયા’ આવા મતલબનો અધિકાર સાંભળીને બ્રાહ્મણોએ રાજાને કહ્યું : – કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે મહાભારતમાં યુધિષ્ઠિર આદિનું વૃત્તાંત આપ્યું છે. તેમાં લખ્યું છે કે “પાંડવોએ હિમાલય ઉપર જઈને પરલોકવાસ કર્યો.” પણ હેમચન્દ્ર એ મહાભારતના આખ્યાનથી વિપરીત ભાષણ કરે છે, એ માટે મહારાજે એ સંબંધમાં ઘટિત બંદોબસ્ત કરવો જોઈએ. એ પછી રાજાએ હેમચન્દ્રને પાંડવોના સંબંધમાં પૂછ્યું. જેનો ઉત્તર આચાર્ય આપ્યો કે અમારા શાસ્ત્રોમાં પાંડવોએ શત્રુંજય ઉપર દેહ છોડ્યાનો લેખ છે, જ્યારે મહાભારતમાં તેમના હિમાલય ગમનનું પણ વિધાન છે. પણ એ નિશ્ચિત નથી કે જૈન શાસ્ત્રમાંના અને મહાભારતમાં વર્ણવેલા. પાંડવો એક જ છે યા ભિન્નભિન્ન ? રાજાએ પૂછ્યું : પાંડવો પાંચથી વધારે થયા છે ? આચાર્યે કહ્યું : - હા, આ વાત મહાભારત ઉપરથી જ સિદ્ધ થાય છે. ભીષ્મપિતામહનો પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવા માટે જયારે તેમનો પરિવાર શબને એક દુર્ગમ ટેકરી ઉપર લઈ ગયો અને અગ્નિદહનની તૈયારી કરવા માંડી તે વખતે જે આકાશથી દિવ્યવાણી થઈ હતી તેની નોંધ મહાભારતમાં નીચે પ્રમાણે છે.
"अत्र भीष्मशतं दग्धं, पाण्डवानां शतत्रयम् ।
द्रोणाचार्य सहस्त्रं तु कर्णसंख्या न विद्यते ॥" અર્થાતુ - ‘આ સ્થળે સો ભીખ, ત્રણસો પાંડવ, હજાર દ્રોણાચાર્ય અને અસંખ્યાત કર્મોનો અગ્નિસંસ્કાર થયો છે.'
આમ જયારે એક ટેકરી ઉપર જ ત્રણસો પાંડવોનો દાહ સંસ્કાર થયો છે તો બીજા પણ કેટલા પાંડવો થયા હોવા જોઈએ ? અને આટલા બધા પાંડવોમાંથી પાંચ પાંડવો જૈન થયા હોય અને શત્રુંજય ઉપર નિર્વાણ પ્રાપ્ત થયા હોય તો આશ્ચર્ય શું છે ? શત્રુંજય ઉપર પાંડવોની મૂર્તિઓ પ્રત્યક્ષ ઉભેલી છે. તેમ નાસિકના