________________
શ્રી હેમચન્દ્રસૂરિ
ચન્દ્રપ્રભ ચૈત્યમાં અને કેદાર મહાતીર્થમાં પણ પાંડવમૂર્તિઓ વિદ્યમાન છે. હેમચન્દ્રના આ અવસરોચિત ઉત્તરથી રાજાનું મન સંતુષ્ટ થયું અને બ્રાહ્મણો નિરૂત્તર થયા. એકવાર રાજપુરોહિતે જૈન સાધુઓની વ્યાખ્યાન સભામાં સ્ત્રીઓ આવે છે તે બાબતમાં ટીકા કરી. જેનો હેમચન્દ્ર “સિંહાબલી હરિણ શૂકર માંસભોજી” આ શ્લોક દ્વારા એવો મુંહતોડ ઉત્તર આપ્યો કે આભિગ પુરોહિત પાછો બોલવા જ ન પામ્ય.
એક વખત પાટણમાં ‘દેવબોધ' નામનો ભાગવત મતનો આચાર્ય આવ્યો, રાજાની ઇચ્છા તેની મુલાકાત કરવાની થઈ તેથી તેને રાજસભામાં આવવા આમન્ત્રણ કર્યું; પણ નિઃસ્પૃહતાનો ડોળ કરી તેણે સભામાં આવવા ના પાડી, તેણે કહ્યું – ‘અમે કાશી નરેશ અને કાન્યકુબ્બાધિપતિને જોઈ લીધા છે, તો થોડા દેશના ધણી ગુજરાતના રાજાની શી ગણતરી છે ?' રાજાને આવા આડંબરી વિદ્વાનને મળવાની વધારે ઉત્કંઠા થઈ અને પોતાના મિત્ર કવિરાજ શ્રીપાલને સાથે લઈને તે દેવબોધની મુલાકાતે તેના મુકામ પર ગયો, અને નમસ્કાર કરીને રાજા જમીન ઉપર બેસી ગયો. તે પછી દેવબોધે શ્રીપાલ તરફ સંકેત કરીને કહ્યું “સભા પ્રવેશને અયોગ્ય આ કોણ છે?', રાજાએ કહ્યું – આ તો કવિરાજ શ્રીપાલ છે, એણે દુર્લભ સરોવરની પ્રશસ્તિ, રૂદ્રમહાલયની પ્રશસ્તિ, વૈરોચન પરાજ્ય આદિ કાવ્ય પ્રબન્ધોની ઉત્તમ રચના કરીને કવિરાજ’ એ પદવી યથાર્થ કરી છે. આ ઉપર મશ્કરીમાં દેવબોધે કહ્યું – શુક્ર એક આંખે વિકલ છતાં કવિ કહેવાણો તો બંને આંખે હીન આ પણ ‘કવિરાજ” કહેવાય તે યુક્તિયુક્ત જ છે. આવા ઉપહાસ્યથી શ્રીપાલનું મન તે જ સમયથી દેવબોધના ઉપરથી ખેંચાઈ ગયું; પણ રાજાની ઇચ્છાને માન દઈ તેણે તેની સાથે કેટલીક કાવ્ય ચર્ચા કરી. કુમુદચન્દ્રને જીતવા બદલ પારિતોષિક તરીકે સિદ્ધરાજે દેવસૂરિને અપાવેલ લાખ દ્રમ્મથી તૈયાર થયેલ જિનચૈત્યની પ્રતિષ્ઠા મહોત્સવમાં દેવબોધની સાથે સિદ્ધરાજ પણ આવેલ, જ્યાં દેવબોધે પોતાની સારસ્વત શક્તિનો પરિચય આપીને ઉપસ્થિત સભાને ચકિત કરી નાખી હતી, આ વિદ્વાનની વિદ્વત્તાથી રાજા તેની ઉપર ઘણો પ્રસન્ન થયો હતો અને તેને લાખ રૂપિયા બક્ષીસ આપ્યા હતા; પણ તેની રાજસભાનો કવિ શ્રીપાલ અને બીજા સભ્યો એથી નારાજ હતા. શ્રીપાલની નારાજગી તો એટલી હદે પહોંચી હતી કે તે એનાં છિદ્રો જોવરાવતો હતો અને અન્ને એના ગુપ્ત આચરણો એના જાણવામાં પણ આવ્યાં હતાં, રાજાએ પણ એનું મદિરાપાનનું વ્યસન તો પોતાની નજરે જોયું હતું. પણ એની શક્તિ ઉપર તે એટલો ફિદા થઈ ગયો કે તેને કંઈ પણ કહી ન શક્યો, પણ એટલું પરિણામ આવ્યું કે રાજાએ તે પછી એની ઘણી સોબત કે સહાયતા કીધી નહિ, પરિણામે દેવબોધની ગરીબાઈ વધી અને ઉપર કર્જદારી પણ થઈ, છેવટે તેના પરિવારના માણસોએ તેને હેમચન્દ્રની પાસે જઈને મદદ માંગવાની સલાહ આપી અને તે પણ હેમચન્દ્ર પાસે આવીને નીચેનું પ્રશંસા પદ્ય બોલ્યો –
TT વો ગોપાત્ર:, સ્વતં તુમુદન |
પદ્દન પશુપ્રામ, ચારયર્ નૈન રે | ૩૦૪ ” હેમચન્દ્ર પણ તેને બહુમાનપૂર્વક પોતાનું અર્ધાસન આપ્યું અને શ્રીપાલની સાથે તેની પ્રીતિ કરાવી, એટલું જ નહિ પણ સિદ્ધરાજને કહીને દેવબોધને લાખ દ્રમ્મ અપાવ્યા, દેવબોધ આ ધનથી પોતાનું ઋણ ચુકાવ્યું અને શેષ દ્રવ્ય લઈને ગંગા કિનારે જઈ પરલોકનું સાધન કર્યું.
સિદ્ધરાજને પુત્ર ન હતો, આથી તેણે તીર્થયાત્રામાં જવાનો નિશ્ચય કરી કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું. હેમચન્દ્રસૂરિને પણ રાજાએ આ યાત્રામાં સાથે રાખ્યા, પ્રથમ શત્રુંજયની યાત્રા કરી બાર ગામનું શાસન આપી