________________
दुःखत्वात्, दुःखफलो गत्यन्तरेऽपि जन्मादि भावात्, दुःखानुबन्धोऽनेकभववेदनीय कर्माऽऽवहत्वात् ।
‘પંચસૂત્ર પ્રકાશ’ :
જેમના રાગ, દ્વેષ કે અજ્ઞાન સર્વથા ક્ષય પામી ગયાં છે તેવા ભગવંતને નમસ્કાર થાઓ !
તે ભગવંત કેવા છે ?
જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ વિચ્છેદ થયો હોવાથી ‘સર્વજ્ઞ' છે. ‘પૂજાતિશય' વિગેરે અતિશયોથી મંડિત બનેલા હોવાથી ‘દેવેન્દ્રપૂજિત’ છે.
હંમેશાં સાચું જ કહેનાર હોવાથી ‘યથાર્થવાદી' છે.
ત્રણે લોકના ભવ્યોનો યોગ ક્ષેમ તેમના વડે થાય છે માટે તેઓ ‘ત્રિલોકગુરુ' છે.
તેમના ઘાતીકર્મો ફરી ઉદય પામનાર ન હોવાથી તેઓ ‘અસહન' છે.
આવા વીતરાગ ભગવંતો કહી રહ્યાં છે કે
(૧) આત્મા અનાદિકાલીન છે, તેની કોઈ શરૂઆત નથી હોતી. (૨) અનાદિકાલીન આત્માનો સંસાર પણ અનાદિકાલીન છે. (૩) આત્મા અને કર્મનો પરસ્પરનો સંયોગ પણ અનાદિકાલીન છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે આત્મા ભલે અનાદિકાલીન હોય, તેનો સંસાર પણ અનાદિથી છે તેવું શી રીતે માની શકાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે સંસાર પણ અનાદિકાલીન છે, સંસારની
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
22