________________
अवतरणिका ।
साधुधर्मे परिभाविते यत्कर्तव्यं तदभिधातुमाह
भावानुवा :
હવે પંચસૂત્ર પૈકી ત્રીજા સૂત્રનો પ્રારંભ કરી રહ્યાં છે. પ્રારંભ કરતાં પહેલાં આ ત્રીજા સૂત્રનું પૂર્વે વર્ણવેલાં દ્વિતીય સૂત્ર સાથે કેવું અનુસંધાન છે તે વાત સ્પષ્ટ કરે છે.
બીજા સૂત્રમાં શ્રદ્ધાની નિષ્પત્તિ જેનામાં થઈ છે તેવો આત્મા સાધુધર્મની અભિલાષા વાળો શી રીતે બને અને સાધુધર્મની અભિલાષાવાળા બનીને કેવી-કેવી ભાવના તથા આચરણા વડે સાધુધર્મની પરિભાવના કરે તેનો ઉપદેશ આપ્યો. હવે બીજા સૂત્રના નિર્દેશ મુજબ સાધુધર્મની પરિભાવના વાળા બનેલાં શ્રાવકે તે પછી શું કરવું જોઈએ તે કહી રહ્યાં છે :
* मूलम् ।
परिभाविए साहुधम्मे, जहोदियगुणे जएज्जा सम्ममेयं पडिवज्जित्तए अपरोवतावं, परोवतावो हि तप्पडिवत्तिविग्घो । अणुपाओ खु ओसो । न खलु अकुसलारंभो हियं । अप्पडिबुध्धे कहिंचि पडिबोहज्जा अम्मापियरे । उभयलोगसफलं जीवियं, समुदायकडा कम्मा समुदायफलति । एवं सुदीहो अविओगो अण्णा एगरुक्खनिवासिसउणतुल्लमेयं ।
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
90