________________
માર્ગોનુગામીને એકાંતે અનારાધના ન હોઈ શકે ?
માર્ગોનુગામી આરાધકને એકાંતે શ્રુતની અનારાધના કદી ન હોઈ શકે, તેઓ શ્રુતને ભણેલ હોય કે ન પણ ભણેલ હોય... કેમકે સમ્યમ્ બોધ નામનું મૃતનું ફળ તેમને અંશતઃ પણ અવશ્યમેવ લાધેલું હોય છે.
આથીસ્તો કહ્યું છે કે સમ્યક્ત વિગેરે રત્નત્રયીની હાજરીમાં અસમ્યક્ ક્રિયાનો જ અયોગ છે = અસંભવ છે.
અહીં અયોગ શબ્દનું તાત્પર્ય એ છે કે સમ્યક્ત્વ વિગેરેની હાજરીમાં શ્રુતના અતિચારનું સેવન જ નથી તેવું નથી પરંતુ શ્રતના અતિચારનું સેવન હોવા છતાં સમ્યક ક્રિયાની શ્રદ્ધાને અને બોધને ચલિત કરનાર તે બનતું નથી તેથી તાત્ત્વિક રીતે તે અતિચાર ફળશૂન્ય બની જાય છે. • વિરાધનાપૂર્વકનું પણ શ્રુત લાભ કરાવે છે ?
ઉપરના પ્રકરણમાં જે કહ્યું કે માર્ગાનુગામીને શ્રુતની એકાંતે અનારાધના હોતી નથી તેનો અર્થ એ થયો શ્રુતની અનેકાંત અનારાધના માર્ગસ્થ આત્માને પણ ઘટે છે. આ અનેકાંત અનારાધના એટલે શું? તો સમજવું પડે કે શાસ્ત્રના અભ્યાસના વિષયમાં કરેલી વિરાધના એટલે જ પ્રસ્તુત અનારાધના...
જેઓ માર્ગાનુગામી જ નથી બન્યાં તેમને તો શાસ્ત્રનો અભ્યાસ હોવા છતાં શ્રુતનો અનારંભ કહી દીધો તેથી તેમને આવી વિરાધનાનો પણ સંભવ ન રહ્યો પરંતુ જેઓ માર્ગાનુગામી બની ચૂક્યાં છે તેવા જીવોને તો શ્રુતનો આરંભ થઈ ગયો છે. તે પછી પણ તેઓ શ્રુતના અધ્યયનમાં જે આરાધનાથી વિપરીત વર્તન કરે છે તે વિરાધના રૂપ છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
126