________________
• મોક્ષના સુખ માટે દષ્ટાન્ત અને ઉપનય :
કલ્પના કરો કે કોઈ વ્યક્તિના તમામ શત્રુઓ ક્ષીણ થઈ ગયાં છે, એક પણ દુશ્મન બચ્યો નથી. વળી, તેના અંગમાંથી રોગનું અસ્તિત્વમાત્ર નાશ પામી ગયું છે. કોઈ જ રોગ રહ્યો નથી, આગળ વધીને તેને પોતાને ઇષ્ટ એવી સઘળી ચીજોનો સંયોગ કરવાની સત્તા મળી ગઈ છે અને તમામ ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત પણ થઈ ચૂકી છે તો તેવા મહાનુભાવ વ્યક્તિનું સુખ કેવું હોય ?
અ...ધ..ધ... કલ્પનાતીત સુખ હોય.. કહેવું પડશે ને ?
બસ, આવા વ્યક્તિને જે સુખ છે તેના કરતાં અનંત ગણું સુખ પ્રત્યેક સિદ્ધ ભગવંત પ્રત્યેક સમયે ભોગવે છે. પ્રશ્ન : તમે જે કાલ્પનિક દૃષ્ટાંત કહ્યું તેનું દ્રાણાત્તિક સિદ્ધોમાં શી
રીતે ઘટે ? જવાબ: અવશ્ય ઘટે છે. સિદ્ધ ભગવંતો વિશુદ્ધ આત્મા છે તેથી
વ્યક્તિના સ્થાને છે. તેમના તમામ ભાવશત્રુઓ ક્ષય પામી ગયા છે તેમજ ભાવવ્યાધિઓ પણ વિલય પામી ગઈ છે, આમ
શત્રુ અને રોગના સ્થાને ભાવશત્રુ અને ભાવવ્યાધિ લેવા. રાગ, દ્વેષ અને મોહ... ભાવ શત્રુ છે કેમકે તેઓ સ્વભાવથી જ આત્મા ઉપર નિરંતર અપકાર કરનારા છે. તો કર્મોનો ઉદય એ ભાવરોગના સ્થાને છે કેમકે આત્માને પીડાનો અહેસાસ તે જ કરાવે છે. સિદ્ધોને રાગ-દ્વેષ-મોહ અને કર્મોદય... બધું જ નાશ પામ્યું છે તેથી શત્રુ ન રહ્યાં કે રોગો પણ ન રહ્યાં.
ઇચ્છારહિત અવસ્થા એ જ સિદ્ધોને ઇષ્ટ એવો સંયોગ હતો જે તેમને પ્રાપ્ત થઈ ચૂક્યો છે અને પરમ કોટીની લબ્ધિઓ તેમનો અર્થ હતો જે તેમનામાં તદાકાર બની ચૂક્યો છે.
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
179