________________
પ્રવર્તે છે, નહીં કે તેનો તથાભવ્યત્વમાં ઉપનિપાત થઈ જાય છે.. તે શક્ય જ નથી કે જીવ સ્વભાવમાં સહકારી કારણોનો ઉપનિપાત થઈ શકે. · અનેકાંતવાદ અને એકાંતવાદ :
બસ, આ જ અનેકાંતવાદ છે કે જે તથાભવ્યત્વના ભેદમાં સહકારીના ભેદને સ્વીકારે છે અને તે છતાં તે બંનેય ને પૃથફ પૃથ સ્વીકારે છે... તે બંને પરસ્પર ભિન્ન છે છતાં પરસ્પર સાપેક્ષ પણ છે. આવા અનેકાંતવાદને સ્વીકારીએ તો જ તમામ કારણોને યથાસ્થાને રાખી શકાય. અનેકાંતવાદ એ તત્ત્વવાદ છે કેમકે તમામ કારણોનું સામર્થ્ય અનેકાંતવાદમાં રહેલું છે.
તથાભવ્યત્વમાં પણ અનેક જીવોને આશ્રયીને અનેકાંત રહેલો છે. જો તમામ જીવોના ભવ્યત્વની તુલ્યતા સ્વીકારી લો તો તો એકાંતવાદ ઊભો થઈ જવાની આપત્તિ રહેલી છે.
એકાંતવાદ તો મિથ્યાત્વરૂપ છે. એકાંતવાદ સ્વીકારો તો જગવ્યવસ્થા જ ન ઘટી શકે. એકાંતવાદ એમ કહેશે કે એકાંતે ભવ્યત્વ અને સહકારી કારણો વચ્ચે અભેદ છે તો સહકારી કારણોનો ભવ્યત્વ સાથે સંયોગ જ નહીં ઘટે. આવો સંયોગ જો ઘટે નહીં તો ભવ્યત્વના પરિપાક રૂપ ફળ પ્રવૃત્તિ જ સાકાર ન થઈ શકે.
આથી, એકાંતવાદ સ્વીકારવો સર્વથા અયોગ્ય છે.
એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધભગવંતોસાદિ - અપર્યવસિત છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત છે તે વાત કઈ રીતે યુક્તિ સંગત છે તે વાતનું ઉપરના સૂત્રમાં સ્થાપન કર્યું.
હવે તે જ વાતનો ન્યાયાંતર કહે છે : સિદ્ધોમાં પણ તથાભવ્યત્વનો ભેદ સંભવી શકે છે કેમકે જેઓ પ્રથમ સંસારી હતાં તે
182
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।