________________
તદુપરાંત, દિક્ષાને કેવળ સાહજિક માનો તો તે સાંસિદ્ધિક ધર્મ બની જાય અને એથી તમારા મત અનુસાર આદિ કર્મબંધ થયો તે પૂર્વે પણ તેનું અસ્તિત્વ આવી પડે અને કર્મબંધથી મોક્ષ થયો ત્યારબાદ પણ તેનું અસ્તિત્વ ઊભું રહે...
આમ, તમારી વાત સ્વીકારીએ તો દિક્ષા, કર્મ અને બંધ એકની આદિ કે અંત સિદ્ધ જ ન થાય...
વિપક્ષ, હજી દલીલ કરે છે કે દિક્ષાને કેવળ સ્વભાવરૂપ માનો તો પછી તમે કહી તે આપત્તિઓ ટકશે નહીં.
ના, દિક્ષાને સ્વભાવરૂપ માનવામાં પણ કોઈ પ્રમાણની પ્રાપ્તિ નથી થતી. તમે દિક્ષાને ભાવરૂપ, અભાવ રૂપ.. જે-જે રીતે ઘટાવવા મથો છો તે બધું જ કલ્પનામાત્ર છે. ત્યાં કશું જ પ્રમાણ મળતું નથી. તેને કેવળ સ્વભાવ રૂપ માનો તો આત્માથી તેનો સર્વથા ભેદ ઊભો થઈ જશે. આમ, દિદક્ષા અંગેની તમારી પરિકલ્પનાઓમાં પ્રમાણનો અભાવ પ્રત્યક્ષપણે દૃષ્ટિગોચર છે.
અહીં વિપક્ષ દલીલ કરે છે કે : ના રે ના, વસ્તુના કેવળ સ્વભાવને માનવામાં પ્રમાણની જરૂરીયાત ક્યાં છે ? આત્માના પરિણામનો તે તો ભેદમાત્ર છે !
ના, તમારો આ તર્ક પણ પાંગળો છે કેમકે બંધ-મોક્ષ વિગેરે ભેદો પણ નિબંધિત પ્રમાણો વડે નિષ્પન્ન થનારાં છે, નહીં કે માત્ર કોઈ અન્ય પદાર્થના યોગથી યોગ-વિયોગને પામનારાં છે.
ઉપસંહાર એ છે કે તમામ નયો વડે વિશુદ્ધ સાબિત થનારી હકીકત એ છે કે સંસાર અને સંસારથી મુક્તિ એ જેમ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, આત્મા અને કર્મ એ જેમ અનાદિ છે તેમ આત્માને કર્મનો બંધ પણ અનાદિ જ છે.
188
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।