________________
સાદિ છે તે વાતને નિહાળવાની સાહજિક ઇચ્છા થાય છે. આ વાત પણ એવું પ્રમાણિત કરે છે કે કર્મબંધ સાદિ છે કેમકે ઇન્દ્રિયરહિત જીવોને દિદક્ષા જ થાય નહીં એટલે મુક્તાત્માઓને કર્મબંધની દિદક્ષા જ નહીં હોવાથી તેમને કર્મબંધની પુનરાદિ થવાનું પ્રમાણ કર્મબંધને સાદિ માનવા છતાં નહીં રહે જ્યારે ઇન્દ્રિયધારી જીવોને બંધને સાદિ માનવાની દિક્ષા છે, જેને પૂર્વે જોયું નથી તેની દિદક્ષા જ થાય નહીં અને અહીં તેવી દિદક્ષા થઈ એથી પણ એ નક્કી થયું કે કર્મબંધને સાદિ માનવામાં આપત્તિ નથી.
હવે તમે એવી દલીલ કરો કે દિદક્ષા આવી ક્યાંથી ? તો તેનો જવાબ તે છે કે તે આત્મચૈત્યન્યની જેમ સાહજિક નિવૃત્તિ વાળી છે.
ના, તમારી આ વાત માની શકાય તેવી નથી કેમકે દિદક્ષાનું આત્મા વિશે કોઈ સ્થાન જ નથી. દિદક્ષાને જો આત્માથી અભિન્ન જ માનો તો દિદક્ષા તો ક્ષણાંતરે – ક્ષણાંતરે નિવૃત્તિ પામી જાય છે, તેની નિવૃત્તિની સાથે આત્માની પણ નિવૃત્તિ થઈ જાય ! આથી, તમારો તર્ક સ્વીકારીએ તો આત્મા અનાદિ છે તે જ માની ન શકાય.
હવે વિપક્ષ વધુ દલીલ કરે છે કે તમે જે ભય સેવો છો તે નહીં રહે. દિદક્ષાને સાહજિક માની લેવાથી અને તેની નિવૃત્તિ સિદ્ધ હોવા છતાં તેને આત્માનું અંગ ગણો તો યે આત્મતત્ત્વ અબાધિત રહેશે, ફક્ત એ માટે દિદક્ષાને ભવ્યત્વ તુલ્ય માની લો.
ના, દિદક્ષાને ભવ્યત્વતુલ્ય માની શકાશે નહીં કેમકે ભવ્યત્વ એ કેવળ જીવત્વ રૂપ છે. જ્યારે દિદક્ષા કેવળ જીવરૂપ નથી. વળી, નિવૃત્ત થયેલી દિદક્ષા મહદાદિભાવમાં ફરી ફરી પેદા થતી હોવાથી ભવ્યત્વ સાથે તેની તુલના થઈ શકે નહીં.
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
187