________________
આપણા સમુદાયમાં ટીકાની રચના.... પ્રાયઃ આપની જ કૃતિઓ હશે. હજુ સુધી કોઈ ગ્રંથ ઉપર કોઈની સંપૂર્ણ વૃત્તિ જોવામાં આવી નથી. આપને ધન્યવાદ આપીએ એટલાં ઓછા છે.
સા. ચંદનબાળાશ્રી ની વંદના
ભાદરવા વદ-૧૧, અમદાવાદ
‘સમ્યક્ત્વરહસ્યપ્રરળમ્’ ગ્રંથ મળ્યો.
પ્રાચીન ગ્રંથનું પ્રકાશન... અભિનવ ટીકાની રચના સાથે... શ્રુત ભક્તિનો હાર્દિક રસ ધરાવનાર વિના બને નહિ. મુ. શ્રી હિતર્વધન વિજયજીનું કાર્ય ખુબ જ અનુમોદનીય છે. આ ગ્રંથ જ્ઞાન પિપાસુ આત્માઓને સ્વશક્તિ અનુસાર ખૂબ ઉપયોગી નીવડશે.
હેમપ્રભસૂરિના ધર્મલાભ (હાલઃ ગચ્છાધિપતિશ્રી -આ. નીતિ સૂ મ.નો સમુદાય)