________________
ના, તમારી દલીલને સ્વીકારવાથી કર્મ આત્મરૂપ છે તેવું તો સિદ્ધ નહીં થાય પરંતુ સંસારની સંતતિનો પુનઃ પુનઃ ઉત્પાદ સિદ્ધ થઈ જશે કેમકે સંસારની સંતતિ જયારે વિદ્યમાન માનો છો એથી તો તે સત્ છે એવું સ્વીકૃત બની જાય છે અને ત્યારે સત્ એવી સંસારની સંતતિનો જો વિચ્છેદ થઈ શકતો હોય તો વિચ્છેદ થયેલી અસત્ એવી સંસાર સંતતિનો ફરી ઉત્પાદ પણ થઈ જશે.
સનો વિચ્છેદ જો થઈ શકે તો અસનો ઉત્પાદ કેમ ન થઈ શકે? જે પક્ષ સત્ પદાર્થના વિચ્છેદને માની શકતો હોય તે પક્ષને અસત પદાર્થના ઉત્પાદને માનવામાં કોઈ વિરોધ ટકી શકશે નહીં.
હવે, જો નાશ પામેલાં સંસારની ફરી-ફરી ઉત્પત્તિ, ફરી-ફરી નાશ ... માનશો તો બધી જ વ્યવસ્થા અસમંજસમાં મૂકાઈ જશે. આત્મા, ભવ અને મોક્ષ, એકેની વ્યવસ્થા સુસમંજસ નહીં થાય કેમકે તે પછી તો સંસારને અનાદિ નહીં મનાય અને આત્માને પણ અનાદિ નહીં મનાય... તે બંને ક્યારેક ક્યારેક ઉત્પન્ન થનારા અને છેદ પામનારાં બની જશે. એટલું જ નહીં, હેતુ અને ફળના ભાવો જ નહીં ઘટે કેમકે મોક્ષને સંસારસંતતિના છેદ રૂપ માનો એટલે તેની ફરી ઉત્પત્તિનો અવકાશ ખડો થાય, ફરી ફરી ઉત્પત્તિનો અવકાશ સદા રહેતો હોવાથી મોક્ષની પ્રથમ ક્ષણ કંઈ અને સંસારની ચરમ ક્ષણ કંઈ, નક્કી જ નહીં કરી શકાય.
અહીં બૌદ્ધ એવો વિતર્ક કરે છે કે તે પદાર્થનો તેવો જ સ્વભાવ છે તેવું માની લો કે પ્રથમ ક્ષણે અસત પણ ઉત્પન્ન થઈ જાય અને ચરમ ક્ષણે સત્ પણ અસત્ થઈ જાય ! તો શું વાંધો ?
ના, આવો મત કદાપિ માની શકાય નહીં કેમકે આ મતને માનો તો સંતતિરૂપ પદાર્થનો પરસ્પરનો અન્વય નિરાધાર બની જાય. સંતતિ કોઈ પણ હોય, તેમાં પરસ્પર અન્વય ઘટેલો હોવો
192
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।