Book Title: Panch Sutram
Author(s): Hitvardhansuri
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 207
________________ જેમને જિનાજ્ઞાનો પ્રેમ છે તેમને નિયમા સંવેગ ગમે છે, પ્રગટે છે. એથી તેઓ આત્માનંદી બને છે. ભવાભિનંદી જીવો કરતાં તેઓ જુદાં છે. ભવાભિનંદી જીવોને આ જિનાજ્ઞા આપવી નહીં, તાત્પર્ય એ છે કે ભવાભિનંદી જીવોને આ શ્રુતજ્ઞાન અને પ્રવ્રજ્યા આપવા નહીં. ભવાભિનંદી જીવોને દીક્ષા ન આપો તેમાં કરુણા રહેલી છે. (૧) ક્ષુદ્રતા (૨) લાલચ (૩) દીનતા (૪) ઈર્ષ્યા (૫) ડર (૬) કપટ (૭) જડતા... આ સાત દોષોનો પ્રકર્ષ ભવાભિનંદી પણાની નિશાની છે. આ સાત દોષોનો પ્રકર્ષ ધરાવનારા ભવાભિનંદીને દીક્ષા ન આપવામાં પણ તેવા જીવો ઉપર ઉપકાર થાય છે... કેમકે એવા જીવોને જિનાજ્ઞા સમજાવવાથી અને તેના આચરણનો અધિકાર આપવાથી તેઓ જિનાજ્ઞાની વધુ ને વધુ કદર્થના કરનારા જ બને છે. “ઉદ્ધત બુદ્ધિવાળા જીવને શાસ્ત્રજ્ઞાન આપવું નહીં કેમકે તેથી તેમની ઉદ્ધતાઈ વધતી જ ચાલે છે, ચડતાં તાવમાં પાણી ન અપાય તેમસ્તો.” લોકતત્ત્વ નિર્ણય' ગ્રંથમાં ઉક્ત અભિપ્રાય આપ્યો છે. કાચા ઘડામાં પાણી ન ભરી શકાય તેમ ભવાભિનંદી, જીવોને અરિહંતની આજ્ઞાનું પ્રદાન ન કરી શકાય. તે ન કરવામાં પણ કરૂણા જ રહેલી છે. કારણ કે તેવા જીવો જિનાજ્ઞાને સ્વીકારીને પણ અપાયો જ પેદા કરનારા બને છે અને તે રીતે સ્વયંના આત્માનું વધુ અહિત કરે છે. આ અપકારને ટાળવો છે માટે તેવી જિનાજ્ઞા છે કે ભવાભિનંદી જીવોને શાસ્ત્રજ્ઞાન અને સંયમ આપવા નહીં. - पञ्चमं प्रव्रज्याफलसूत्रम् । 203

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224